Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

પ્રકાશિત પરગણે

પ્રકાશિત પરગણે

1 min
212

મખમલી અંધારામાં તારી આંખના આ રેશમી અજવાળા,

ને સપનામાં અરમાનો અરમાનોને પહેરાવે વરમાળા !

આજ એક પ્રકાશિત પરગણે જાત ચમકી પ્રિતની,

ને અંતરના આંગણાંમાં રંગ રંગોળી થઈને ઉભરાણાં !

નજરૂથી નજરૂના તીર કરે ઘાયલ એકબીજાને,

શિકારી ખુદ શિકાર થઈ મનમાં જોને હરખાણાં !

દ્વાર પાંપણનાં ખખડાવી મધરાતે જગાડે ઊર્મિઓ એ,

અમે ખુદ લૂંટાયા ને ખજાના રૂદિયાની ઝોળીના છલકાણાં !

આંખોને જામ સમજવાની કરી બેઠા એક ભૂલ અમે,

વગર પીધે હોશ ગુમાવ્યા ને એવા તો મૈખાના શરમાણાં !

એક "પરમ" અંધકારમાં સ્પર્શની ગોધુલીની ડમરીઓમાં,

કરે "પાગલ" અધરોની પંખૂડી એવા તો અમે અટવાણાં !

Rate this content
Log in

Similar gujarati poem from Romance