STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Others

3  

Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Others

જે ભાઈ નીકળે મુસાફરી કરવા

જે ભાઈ નીકળે મુસાફરી કરવા

1 min
128

જગત આખાને મળે જાણવા,

જે ભાઈ નીકળે મુસાફરી કરવા,

લોકો મળે નિતનવા: ભોજન મળે અવનવા, કરે જે મુસાફરી તેના વટ શું કહેવા !


ડુંગર રળીયામણા મળે જોવા,

પર્વતો અપાર મળે ખૂંદવા,

દરિયામાં નહાય એ મજામાં જે ભાઈ નીકળે મુસાફરી કરવા,


ભાષા ભંડોળ જતો વિકાવતો,

અનુભવોનું ગાસડું એ બાંધતો,

ડગલે પગલે કરે અનુભવ જબરા,

જે ભાઈ નીકળે મુસાફરી કરવા,


માણસ છે તું નીકળ બહાર ફરવા,

આવ મારી સાથે મુસાફરી કરવા,

શીદને તું લાગ્યો તું આમ ડરવા,

જગત આખાને મળે જાણવા,

જે ભાઈ નીકળે મુસાફરી કરવા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract