ખબર ન રહી
ખબર ન રહી
વીતી ગઈ રાત આખી બારીએ બેઠાં બેઠાં, ખબર ન રહી
પડી પ્રભાત ધુમ્મસને આડે અજવાસ, ખબર ન રહી
કાંટાની અણી પર સ્થિર સ્થપાયા મોતી, ખબર ન રહી
ને પલ્લવોએ પણ ઝીલ્યાં ઓષ શોધી, ખબર ન રહી
શીળો વા ને પીળો પ્રકાશ હજુ હળવા- હળવા આવતા'તા
ને નભ તારાની જાગવાની ઝંખના છીનવાઈ, ખબર ન રહી
અવની મુખનું એ ફૂલ ગુલાબી સ્મિત, ધીરે - ધીરે નીખરતુ'તુ
એ અંબરની ઉદાસી ને ધરાંનું સ્વાંગ રચાઈ, ખબર ન રહી
વિરહના દર્દને કુદરત વર્ષોથી નિભાવતી'તી, ખબર નો'તી
પાંપણનાં આંસુ ઝાંકળ બિંદુમાં ભળ્યા, ખબર ન રહી

