ખોવાઈ ગઈ દુનિયા મારી...
ખોવાઈ ગઈ દુનિયા મારી...
ક્યાં ખોવાઈ ગઈ મારી દુનિયા જે તારાથી જ હતી,
હું શોધું તને સુંગધમાં જે મારી હતી...
ક્યાં ખોવાઈ ગયો એ વિશ્વાસ જે તારાથી જ છે,
રહ્યો તું કેમ મુજથી દૂર જે મારો હતો...
ક્યાં ખોવાઈ ગયા આપણા સુંદર એહસાસ જે તારા સ્પર્શથી હતાં,
લાગે મળી ગયા નવા સ્વપ્ન તને જે મારા હતા...
ક્યાં ખોવાઈ ગઈ આપણી ખુશી જે તારી સાથે જ હતી,
કેમ દૂર થયો તું અહીં જે રેખામાં હતો...
ક્યાં ખોવાઈ ગયા વચનો જે આપણા જ હતાં,
કેમ સ્વપ્ન જોડે વચનો પણ બીજા નામે કર્યા તે...
આશ્વાસનની આશા પણ નિરાશામાં બદલાઈ ગઈ હવે,
બસ હવે કેમ તને આશ્વાસન આપવાના શબ્દો પણ ના નીકળ્યા મારા માટે...
ખોવાઈ ગઈ દુનિયા, વિશ્વાસ, એહસાસ, સ્વપ્ન ને વચનો મારા,
હવે નથી જરૂર તારા આશ્વાસન ની મારે, રહે ખુશ તું એટલું આશ્વાસન નિકળે મારા દિલથી...