તમારા ગયા પછી
તમારા ગયા પછી

1 min

171
રુઆબ ગયો, જવાબ ગયો,
ગયો ખ્વાબ,
કેવી હાલત થઇ મારી હવે,
તમારા ગયા પછી.
તરસ છે, શ્વાસ છે, છે વિશ્વાસ
છતાં નથી જીવન હવે,
તમારા ગયા પછી.
રંગોળી છે, તોરણ છે,
છે ઝગમગ દિવા,
છતાં નથી અજવાળું હવે,
તમારા ગયા પછી.
કોઈ સમાપ્તિ નથી,
કોઈ પર્યાપ્તિ નથી,
નથી કોઈ દરખાસ્ત
છતાં યાદો સાથે ફરિયાદ છે હવે,
તમારા ગયા પછી.
તમારું નામ છે, તમારા સબંધો છે,
છે કુટુંબ આપણું
છતાં નથી અખંડ સૌભાગ્યવતી હવે,
તમારા ગયા પછી.
હું રૂંધાઈશ, મારા શ્વાસ રૂંધાશે,
રૂંધાશે મારી આત્મા
કેવી હાલત થઇ મારી હવે,
તમારા ગયા પછી.