કવિતામાં તું
કવિતામાં તું
"કયાંથી શરુઆત
કરું કવિતા ની,
જેમાં શબ્દે શબ્દે
તું તાંણા વાંણા થી
ગૂંથાયેલો છે.
કિતાબ ના પાને પાને
તારું અલૌકિક પ્રતિબિંબ
દેખાય છે
જ્યારે હું સંતોષ નો
શ્વાસ લઉં ત્યારે
એમાં મીઠાં સબંધ ના
ફૂલો ની મહેંક હોય છે
કવિતા ની લીટી એ
લીટી એ ભૂતકાળ
આળસ મરડી બેઠો
થાય છે.
અને કેટલીય વેદના
ના બાણ જેવી
કિતાબ રચાય છે.