Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Tragedy Fantasy Others

4.7  

Nana Mohammedamin

Tragedy Fantasy Others

હું

હું

1 min
230


બોલાવું તો કઈ રીતે તમને બોલાવું હું ?

અહીં તો હું જ મારા બોલથી મૂંગો છું,


ચાહુ તો કઈ રીતે તમને ચાહુ હું ?

અહીં તો હું જ મારી ચાહથી ભૂલાયો છું,


સાંભળું તો કઈ રીતે તમને સાંભળું હું ?

અહીં તો હું જ મારી વાતથી બહેરો છું,


મળું તો કઈ રીતે તમને મળું હું ?

અહીં તો હું જ મારાથી મળવાનું ચૂક્યો છું,


હસાવું તો કઈ રીતે તમને હસાવું હું ?

અહીં તો હું જ મારાથી છેવટે ઘવાયો છું,


કહું તો કઈ રીતે તમને અંગત હું ?

અહીં તો હું "નાના" જ મારાથી પરાયો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy