Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4.6  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

શું થશે

શું થશે

1 min
45


બદલાઈ રહ્યા છે રોજે રોજ રીતિ-રિવાજ અહીં,

ચિંતા એ જ કે આવતીકાલના સમાજનું શું થશે ? 


દિલો દિમાગનાં બીમાર ગલી ગલીએ ભટકાય,

બસ એ જ કે સ્થાપવું હતું એ કલ્યાણરાજનું શું થશે ?


રગોમાં લોહી ઓછું ને દબાણ થોડું વધારે ભારી,

હવે એ જ કે છેવટે આ બીમારીનો ઈલાજ શું થશે ?


બાગ તો આખો લહેરાયો ખુશ્બુદાર વાયરાથી,

નજર એના પર જ કે ફૂલનાં ચૂંટાયા પછી શું થશે ?


ખૂણે ખૂણે ગભરાહટ તનાવનો જ માહોલ સર્જાય,

આજ તો અહીં હરકોઈ સવાલી તો પછી શું થશે ?


બદલાઈ રહ્યા છે સત્તાધારીઓના જુબાની બયાનો,

"નાના"ને પ્રતીક્ષા એ કે આવનારી સત્તાનો મિજાજ શું થશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy