ઓહ ! સપનું
ઓહ ! સપનું
ડરામણું સ્વપ્ન ડંખે નાગ થઇ, ગમતું નથી,
આઘું કરવાં ખૂબ મથું તોય એ ડગતું નથી,
રાત કાળી, ભારે ભયાનક, ને એમાં છું એકલી,
હું ફસાણી અઘોરવનમાં, સહાય કો' કરતું નથી,
હામ ખોવાણી હૈયેથી ને મંઝિલ નઝરે ના પડે,
હા,,હા,,હી,,,હી,,,શોરમાં, હાશ કો' ખરતું નથી,
સવાર થાતાં ઊંઘ ઊડી ને સપનું ગયું તૂટી મારું,
ઓહ ! સપનું ? હસી પડી, સાથ કો' હસતું નથી,
શુભ થાઓ સકલ વિશ્વનું, ભાવ ઉત્તમ સેવતી 'શ્રી',
નાથ હટાવે તિમિર સઘળાં, તોય કો' ભજતું નથી.
