STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational Others

ટૂંકા રસ્તે જાત ફસાવી

ટૂંકા રસ્તે જાત ફસાવી

1 min
315

હૃદય ઝરૂખે રામ બેસાડો થાશે બેડો પાર મનવા,

કામ ક્રોધ પથ્થર પછાડો, થાશે બેડો પાર મનવા,


લક્ષ ચોર્યાશી ફેરા ફરીને મળ્યો માનવ દેહ જો,

એશ આરામે, ખૂટાડો, થાશે બેડો પાર મનવા ?


જગત ઝરૂખો ખૂબ લલચાવી, લેતો એ લપેટમાં,

ટૂંકા રસ્તે જાત ફસાવી, થાશે બેડો પાર મનવા ?


ખાટી મીઠી મનભાવક ચોકલેટ જગતમાં ઘણી,

ચગળ્યા કરશું જાત ડૂબાડી, થાશે બેડો પાર મનવા ?


સતકર્મનું ભાથું છોડી, 'શ્રી' ગ્રહોના મારગ ખોટાં, 

શ્રેય પ્રેયનો મારગ ઓળખી, થાશે બેડો પાર મનવા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy