ઉછરંગ છો ઉત્સવ તણો
ઉછરંગ છો ઉત્સવ તણો
દીપક દયાનો દિલ મહીં પ્રગટાવ તો દીપાવલી !
કરૂણા તણું ઓઢી ગવન, ખર્ચાવ તો દીપાવલી !
તન મન મહીં ઉત્સાહ આંજી દે, દિવાળી છે બારણે,
હર ઘર મહીં ઉજાસને પથરાવ તો દીપાવલી !
ઉછરંગ છો ઉત્સવ તણો, ભૂલાય ના લાચાર જન,
નૈરાશ્ય નાથી, આશ દઈ મલકાવ તો દીપાવલી !
આ રંક જન તો અંધશ્રદ્ધામાં સદા અટવાય છે,
તું આગિયો થઈ, રાહ ને ઝળકાવ તો દીપાવલી !
થઈ બાપડાં ઘૂમી રહ્યાં, ઓઢી નિરાશા ઓઢણું !
આશા તણો અંકુર થઈ, હરખાવ તો દીપાવલી !
