અચરજ
અચરજ
કુદરતની નોખી ઘટના તો જુઓ,
પંચતત્વનો નોખો સંગ તો જુઓ,
છે જ અચરજ માનવ જીવનનું,
નાશવંત દેહની ચાહના તો જુઓ,
ચહેરા અલગ ને મન પણ અલગ,
ભેગાં રહે સૌ એ પ્રસંગ તો જુઓ,
સળવળતી ઈચ્છાઓ, ભટકતું મન,
મનના વિચારોના તરંગો તો જુઓ,
શ્વાસ વગર જીવ તડપે છે જયારે,
જીવન અને મૃત્યુનો ખેલ તો જુઓ.
