પુસ્તક
પુસ્તક
વાંચકનો પ્રાણ છે પુસ્તક,
જીવનનું નિર્માણ છે પુસ્તક,
પ્રભુ સાથે સંધાણ છે પુસ્તક,
ઉત્તમોત્તમ બંધાણ છે પુસ્તક,
જીવો બધા જીવી રહ્યા પણ,
માનવ તરફ પ્રયાણ છે પુસ્તક,
સ્વની ઓળખ કરવા મથે જો,
એનાં માટે રામબાણ છે પુસ્તક,
અજ્ઞાનનો ઊંડો દરિયો દુનિયા,
તો જ્ઞાન કેરો ભંડાર છે પુસ્તક,
ભૂતકાળ હજુય ધબકે છે 'યાદ',
ઈતિહાસનું મોટું લ્હાણ છે પુસ્તક.