STORYMIRROR

Twisha Bhatt

Fantasy

4  

Twisha Bhatt

Fantasy

એક ગોવાલણ

એક ગોવાલણ

1 min
268

રૂમઝૂમ પગલે આવતી,

એની લટકાળી લટકંતી ચાલ;

ઝાંઝરના ઝણકારે ગૂંજે,

ગલી ગલી ને ભરબજાર,


હાથે એના કંકણ સોહે,

શોભે કેડે કંદોરાનો ભાર;

ચંચળ, કોમળ લાગે કેવી,

જુઓ આ નખરાળી નાર,


રૂપાં કેરો હાર ડોકમાં ને,

કાને ઘાટીલાં કુંડળ સોહાય;

મધુર સુરીલું ગીત ગણગણતી,

મસ્ત મગ્ન થઈ એ મલકાય,


કામણગારી આંખો એની,

નાકે નથણી તણા શણગાર;

મીઠી મધુરી વાણી એની,

મન પર જાદુ કરતી જાય,


ઘમ્મર ઘેર ઘાઘરો એનો ને,

ચમકંતાં પછેડાની શોભા અપાર;

દૂધની ફેરી કરતી આ ગોવાલણ,

જાણે રૂપરૂપનો અંબાર.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy