Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4.5  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

ખુદા કહે...

ખુદા કહે...

1 min
31


ખુદા કહે છે, મને રબ તરીકે માનીને તો જો,

બધું જ નચિંત તારા માટે ના કરી દઉં તો કહેજે,


ખુદા કહે છે, મારી રાહ પર ચાલીને તો જો,

બધી જીવન રાહ તારી ના ખોલી દઉં તો કહેજે,


ખુદા કહે છે, મારા માટે જરા લૂટાવીને તો જો,

બધા ખજાના તારા પર ના લૂટાવી દઉં તો કહેજે,


ખુદા કહે છે, મારા ડરથી આંસુ વહેવડાવી તો જો, 

મગફિરતના દરિયા તારા માટે ના વહેવડાવી દઉં તો કહેજે,


ખુદા કહે છે, મારા માટે વફાની લાજ નિભાવી તો જો, 

આપવામાં તારા માટે કોઈ સીમાકન ના કરી દઉં તો કહેજે,


ખુદા કહે છે, મારા નામનું બહુમાન કરીને તો જો, 

આબરૂ તારા માટે પરાકાષ્ઠાએ ના પહોંચાડી દઉં તો કહેજે,


ખુદા કહે છે, મારા પર લાગેલ છિદ્રાન્વેષણ ખમી તો જો,

ભલાઈની હદ "નાના" તારા માટે પાર ના કરી દઉં તો કહેજે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy