STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

કદાચ

કદાચ

1 min
356

રણને પણ હૈયે હશે કદાચ આશ,

એને પણ હશે કદાચ બાગ બનવાની પ્યાસ,


રણને પણ હશે એક આશ,

એની કુખમાં ઉગે ગુલાબ કાશ !


શમણું પૂરું થયું નહિ એનું કદી,

એટલે જ એ બહુ તપતું હશે કદાચ,


શમણાંઓ તૂટ્યા હશે એના કદાચ,

એટલેજ વરાળ બની રડતું હશે રણ કદાચ,


ઘણા પ્રયાસો છતાં સફળ નથી થતું રણ કદાચ,

એટલે જ ગુસ્સો વંટોળ થકી ઠાલવતું હશે રણ કદાચ,


રણને પણ હૈયે હશે કોઈ આશ કદાચ,

એને પણ મહેચ્છા જાગતી હશે ફૂલ ખીલવવાની કદાચ,


ગુસ્સામાં જ બપોરે ધોમધખતું હશે રણ કદાચ,

વળી સાંજે ગુસ્સો શાંત થતાં ઠંડુ થઈ જતું હશે રણ કદાચ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy