Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Inspirational

અનોખું પાગલપન

અનોખું પાગલપન

1 min
6.9K


રવિવાર જેવી મનોરંજક મોજ રોજ હોવી જોઈએ,

અને એ પણ સસ્મિત બોજ વગર રોજ હોવી જોઈએ,


રઝળપાટ હોય કે સ્થિતિ સ્થિરતાની આપણી ભીતર,

ખુદની ખોજની ચળવળ ભીતર રોજ હોવી જોઈએ,


એક અંતર યુદ્ધ મારું જ મારી સાથે શું કામ રોજ રોજ?

તેથી જ સુવિચારોની એક ભીતર ફોજ હોવી જોઈએ,


અહીં કોને ખબર છે સ્વર્ગ કે નર્કની મૃત્યુ પશ્ચાત,

જમીન ઉપર જ જન્નત જેવી મોજ રોજ હોવી જોઈએ,


કોઈની એક જ ફૂંકથી રેલાઈ જાઉં સૂર બની સર્વત્ર,

પણ પહેલાં વ્હાલથી વિંધાવાની તૈયારી રોજ હોવી જોઈએ,


પછી એ ઉઠાવે મુજને એક વાંસળીની જેમ હળવેથી,

વિરહમાં ઝૂરતી રાધા જીવતી ભીતર રોજ હોવી જોઈએ,


પલ પલ "પરમ" ની પ્રાપ્તિ અને આ જુનુન જીવવાનું,

એક અનોખા "પાગલ"પન જેવી દશા દરરોજ હોવી જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama