STORYMIRROR

Heena Pandya (ખુશી)

Classics

3  

Heena Pandya (ખુશી)

Classics

વરઘોડો આવ્યો.

વરઘોડો આવ્યો.

1 min
787


ઘરનાં દ્વારે રૂડો ઉત્સવ લાવ્યો.

પોંખો વરને આ વરઘોડો આવ્યો.


બોલ્યાં પંડિત કન્યાને પધરાવો,

વરને વહુનો મીઠો ચહેરો ભાવ્યો.


વહુની સાહેલીને રહેતો તાકી,

જો પાસે બેઠેલો અણવર ફાવ્યો.


મંગલ ફેરા ફરતાં ચોરી મધ્યે,

ક્ષેત્રપાળે વહુનો વીરો ધાવ્યો.


શમણે શણગારી વર લૈને ચાલ્યો,

તુલસી ક્યારો જે વર્ષોથી વાવ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics