Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Romance Others

2  

Sapana Vijapura

Romance Others

સ્વપ્ન

સ્વપ્ન

1 min
259


ચાંદની રાત હોય,

દરિયા કિનારો હોય,

મોતીની રેત હોય,

રૂપેરી દુનિયા હોય.


મંદમંદ શીતળ પવન હોય,

તારા ખોળામાં મારું શીશ હોય,

મારા હાથમાં ગઝલનું પુસ્તક હોય,

મારું ધ્યાન ગઝલમાં હોય.


તારું ધ્યાન મારા ચહેરા ઉપર હોય,

હું ખોવાયેલી મારી ગઝલમાં હોઉં,

તું મારી ગઝલના નશામાં હોય,

કોઈ ન આસપાસ હોય.


ચાંદની રાત હોય,

દરિયા કિનારો હોય,

મોતીની રેત હોય,

એક તું હોય,

એક હું હોઉં.


પથારીમાં પડી,

આ અધમીંચી આંખે જોયેલુ સ્વપ્ન,

કદી પૂરું થશે ખરું ?



Rate this content
Log in

Similar gujarati poem from Romance