Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

પ્રેમનું પાગલ પૂર..

પ્રેમનું પાગલ પૂર..

1 min
236


શ્યામ!

તારાથી દૂર હું પણ મજબૂર છું,

હૃદયથી ક્યાં હું રહું કદી દૂર છું,


જરા ધડકનોને તું પૂછી લે એકવાર,

તારા જ ભવ્ય સ્નેહથી ભરપૂર છું,


એક સ્વર્ગ સર્જીએ તું આવી જા તો,

હા ધરતી ઉપર જન્નતની હું હૂર છું,


તું નથી તો સર્વત્ર જ અંધારા અંધારા,

તુજ થકી તારાનું ઝળહળતું નૂર છું,


એકવાર છેડી જો મુજ હૃદય વિણાં,

હું તો સદીઓથી સૂતેલો શાંત સૂર છું,


એકજ વાર જોયું'તું તારી આંખમાં,

હું તેદિ'થી નેહનાં નશામાં ચકચૂર છું,


"પરમ" પ્રેમનાં દરિયામાં ડૂબી તો જો,

હું ધસમસતા પ્રેમનું "પાગલ" પૂર છું!


Rate this content
Log in

Similar gujarati poem from Romance