Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Drama Tragedy

4.8  

Kalpesh Vyas

Drama Tragedy

... આંસુ છે

... આંસુ છે

1 min
248


આંખોથી ખળખળ જે વહી રહ્યું 

એ લાગણીભર્યા પ્રવાહીનું નામ આંસુ છે,


દરિયાનાં પાણી જેટલી ક્ષારતાવાળા,

એ નૈનસાગરના પાણીનું નામ આંસુ છે,


અંજાયેલા કાજળને જે ફેલાવી રહ્યું,

વહેતા એ પ્રવાહીનું નામ આંસુ છે,


નિંદર ભરી હોવા છતા સુવા ન દે,

એ ખારા પાણીનું નામ આંસુ છે,


જાગરણને બદલે ઉજાગરા કરાવી રહ્યું,

એ ખારા પાણીનું નામ આંસુ છે,


તેજસ્વી આંખોમાં જે લાલાશ વધારી રહ્યું,

એ રંગહિન પાણીનું નામ આંસુ છે,


હાર્ટ ડિસ્કમાંથી જંક જે ક્લીયર કરી રહ્યું,

એક સોફ્ટ લિક્વીડનું નામ આસું છે,


સૂક્ષ્મદર્શકની સ્લાઈડમાં ઝાડસમું દેખાતા,

એ રંગહિન પ્રવાહીનું નામ આંસુ છે,


આ રચના વાંચતા જ આંખો સજળ કરતાં,

એ લાગણીભર્યા પ્રવાહીનું નામ આંસુ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama