STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama Inspirational

3  

Ashuman Sai Yogi Ravaldev

Drama Inspirational

શ્રાવણ આખો સાચવે મહાદેવ

શ્રાવણ આખો સાચવે મહાદેવ

1 min
389

મારે ક્યા પરપોટા કરવાતા તે, માથા પછાડી રોવું,

બસ એક મરજીવો જોઈએ જેને, કદી ના હું ખોવું,


સમ ખાઈ લીધા જીદંગીના કે, કોઈથી ના લગીરે ડરવું,

હું ક્યા છું પરવાનો તે, રોજ રોજ કોઈથી બળી મરવું,


સાથ આપે તો ઠીક નહીંતર મોજથી રોજ રોવું,

ગયા પછી ક્યા મારે કોઇનું રડતલ મોહરુ જોવું,


આજ આપે તો આજ, નહીંતર કાલ ભરપુર જમવું,

શ્રાવણ આખો સાચવે મહાદેવ, શું કામ ખોટે ખોટું નમવું,


તારી લૂખી હલકટ ટેવ હું, ભાંગુ પળભરમાં,

પણ, આબરૂ બાપની રોકતી કે થોડુંક ખમવું,


"આશુ" છે ખખડધજ તોયે તે નથી કોઈનો નિરાધાર,

ઓકાદ નથી કોઈ તોડે પાંદડું, દેવના ખોળે મારે રમવું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama