Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Abstract

2.5  

Chetan Gondalia

Abstract

રણને લાગી છે તરસ

રણને લાગી છે તરસ

1 min
223


રણને લાગી છે તરસ, જામ પીવા દે સાકી !

એ તરસ છે, ગુલાબની. જામ પીવા દે સાકી !


કદાચ 


એવું પણ બને કે રણ - 

રણ મટીને, મઘમઘતાં -

ગુલાબો નું વન બની જાય સાકી !

જામ પીવા દે સાકી !


કે એ તરસ છે, ગુલાબની, જામ પીવા દે સાકી!


આ સામે ઘૂઘવે મહોબત નો મેં'રામણ,

બસ, એક અંજલિ પીવા દે સાકી !


રણ ને લાગી છે તરસ, જામ પીવા દે સાકી !

તરસ છે ગુલાબની, જામ પીવા દે સાકી !


ધોમ-ધખતો પડ્યો છે તાપ,

બસ, શીતળ-સાગરે ડૂબવા દે સાકી !

             જામ પીવા દે સાકી !


દગ્ધ હૈયાંની હમણાં જ વળી છે રાખ, 

જરા મોક્ષ-તર્પણ કરવા દે સાકી!

               જામ પીવા દે સાકી !


તરસનો પ્હેરો. કંટાળો. ગળે. 

એ તરસ ગુલાબી છિપાવવા દે સાકી ! 

               જામ પીવા દે સાકી !


રણ ને લાગી છે તરસ, જામ પીવા દે સાકી !

એ તરસ છે, ગુલાબની,જામ પીવા દે સાકી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract