Mariyam Dhupli

Classics

3  

Mariyam Dhupli

Classics

સંતોષ

સંતોષ

1 min
709


સંતોષ

# women write now competition

ગાડી સર્વિસ માટે ગઈ હતી .

એક દિવસ માટે બસનો ઉપયોગ કરવાનો હતો .

પોતાની ઓફિસની બેગ વ્યવસ્થિત કરતો એ બસમાં ચારે તરફ દ્રષ્ટિ ફેરવી રહ્યો .

મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસમાં ફક્ત બે જ બેઠક ખાલી હતી .

એક ,પોતે જ્યાં ઉભો રહી બેઠક શોધી રહ્યો હતો ,એની પડખે અને બીજી તદ્દન પાછળની હરોળમાં .

બન્ને બેઠકને ધ્યાનથી નિહાળી આખરે એ તદ્દન પાછળની હરોળની ખાલી બેઠક ઉપર જઈ ગોઠવાયો .

પડખેની બેઠક ઉપર ગોઠવાયેલા સહયાત્રી જોડે આંખો મળી .

મૌન હાસ્ય અને સંતોષની લાગણી સમાંતર વહેંચાઈ રહી .

આગળ તરફની ખાલી સીટ ને પડખે ગોઠવાયેલા મુસાફરની આંખો કેટલા બધા પ્રશ્નો જોડે પાછળ તરફ મંડાઈ રહી !

એ પરધર્મી આંખોના પ્રશ્નોને અવગણતી દ્રષ્ટિ બારી બહારના દ્રશ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી .

થોડા વર્ષો પછી..

પરદેશની મેટ્રો ટ્રેનમાં એ પ્રવેશ્યો.

ચારે તરફ વિદેશી ચ્હેરાઓ ...

વિદેશની નવી નોકરીનો એક અન્ય દિવસ સમાપ્ત...

થાકેલું શરીર અચાનક ચેતનામય બન્યું.

આજુબાજુની ખાલી બેઠકોને ચીરતો એ છેક પાછળ તરફ ઉપડ્યો .

જાણે એ ખાલી બેઠક એને ચુંબક જેમ પોતાના તરફ આકર્ષી રહી.

બેઠક ઉપર ગોઠવાઈ એણે એક રાહતની શ્વાસ લીધી.

પડખેની બેઠક ઉપર ગોઠવાયેલા સહ યાત્રી જોડે આંખો મળી.

મૌન હાસ્ય અને સંતોષની લાગણી સમાંતર વહેંચાઈ રહી .

મનની તત્પરતા શબ્દોમાં છલકાઈ ઉઠી .

" ભારતીય છો ?"

સહ યાત્રીનું માથું હકારમાં નમ્યું.

અને બન્ને પરધર્મી ભારતીય આંખો ગર્વથી ચળકી ઉઠી .....


Rate this content
Log in

Similar gujarati story from Classics