Shaurya Parmar

Classics Comedy Thriller

3  

Shaurya Parmar

Classics Comedy Thriller

રજા ના મળે

રજા ના મળે

2 mins
15K


જીવનના અવિસ્મરણીય પ્રસંગોમાંથી આ એક છપ્પર ફાડ હાસ્ય પીરસે એવો મજાનો કિસ્સો છે.હું જ્યારે અધ્યાપનમાં ભણતો તે સમયની વાત છે.

અમે ભણતા ત્યારે છાત્રાલયમાં રહેવું પડતું. તે સમયે ઘર ઘણું યાદ આવતું. એટ્લે અમે તાલીમાર્થીઓ વારંવાર રજા લેવા આચાર્યશ્રી જોડે જતા હતા. પણ અમારા આચાર્ય જોડે રજા માંગવી એટ્લે નાગ જોડેથી મણી લેવા જેવું હતું. સાથી મિત્રોના અસફળ રહેલા પ્રયત્નો હું અહીં વર્ણવું છું.

એક મારો મિત્ર ગળામાં દુઃખે, શરદી, ઉધરસની બીમારી સાથે રજા માંગવા ગયો. ઓફિસમાં ગયો અને કીધું કે, સાહેબ ગળામાં દુઃખે છે, શરદી ઉધરસ છે એટ્લે રજા આપો. અમારા આચાર્યએ પટાવાળા ભાઈને બૂમ પાડીને કીધું, આ છોકરાને તુલસીના પાન તોડી આપ, ને અરડુસીનાં પાન તોડી આપ. પેલા ભાઈ પાન લઈને આવ્યા. એ મારા મિત્રને આપીને આચાર્ય બોલ્યા, આ ખાઈ લે એટ્લે મટી જશે. આવી નાની બાબતમાં રજા ના મળે. જતો રે અહીંથી.

બીજા એક મિત્રએ પેટમાં દુઃખવાનું બહાનું કાઢ્યું. એ આશાના કિરણ સાથે રજા માંગવા ગયો. બોલ્યો, સાહેબ પેટમાં દુઃખે છે. એટ્લે આચાર્યએ પેલા પટાવાળા ભાઈને કીધું થોડું સંચળ લઈ આવ. એ લઈ આવ્યા. મારા મિત્રને કીધું, લે આ સંચળ સફરજન પર ચોપડીને ખઈ જા એટ્લે મટી જશે. રજા ના મળે. જતો રે અહીંથી.

એક મિત્ર શ્વાસની તકલીફ લઈને ગયો અને બોલ્યો, સાહેબ શ્વાસની તકલીફ છે રજા આપો. અમારા આચાર્ય બોલ્યા, તું અનુલોમ વિલોમ કર એટ્લે સારું થઈ જાય. કપાલભાંતિ કર એટ્લે મટી જાય. શ્વાસ જેવી નાની નાની તકલીફોમાં રજા ના મળે. જતો રે અહીંથી.

એક દોસ્ત હાથની બીમારી લઈને ગયો. સાહેબ હાથ બોવ દુઃખે છે. નહી રહેવાતું. આચાર્ય કે, ના લખીશ વર્ગમાં, બેસી રહેજે એટ્લે મટી જશે. હાથ હોય તો દુઃખેજ ને. એમાં કઈ રજા ના મળે. જતો રે અહીંથી.

એક મિત્ર ઝાડા થયા એવું કારણ લઈને રજા માંગવા ગયો. ત્યારે અમારા સાહેબ બોલ્યા, તું કોફી પી લે, અને દાડમ ખાઈ લે, એટ્લે મટી જશે. ઝાડા થાય એતો સારું પેટ સાફ થઈ જાય. એવી સારી વાતમાં રજા ના મળે. જતો રે અહીંથી.

હું મારા દાદા ગુજરી ગયા હતા એ વખતે રજા માંગવા ગયો. મેં કીધું, સાહેબ મારા દાદા ગુજરી ગયા છે. સગા દાદા હતા. મારે જવું પડે એમ છે. તો આચાર્યએ મને પ્રશ્ન કર્યો, તું જઈશ તો જીવતા થઈ જશે? એતો મરનારા મરે. તું અહીંયા ભણ. મરી જાય એમાં રજા ના મળે. જતો રે અહીંથી.

રજા ના મળે એ સાંભળવું જાણે ટેવ પડી ગઈ હતી. પણ એ અસફળ પ્રયત્નોમાંથી જે હાસ્ય ઉત્પન્ન થતું એ મજાનું હતું. જે રજા માંગીને બહાર આવે એટ્લે તરત બીજો પૂછે શું કીધું? અને પછી એ હસાહસ!

અંતે મતલબ એટલો જ છે કે, અસફળતા પણ આનંદદાયી હોય છે!


Rate this content
Log in

Similar gujarati story from Classics