કેન્સર
કેન્સર


જીવનમાં ઘણા અનુભવો એવા હોય કે જે આમ દેખીતી રીતે દુઃખદ હોય પણ જ્યારે યાદ કરીએ તો હાસ્યરસ નીપજે. દોસ્તો એક જથ્થાબંધ હાસ્ય અર્પણ કર્યો પ્રસંગ લખું છું.મોજ કરજો.
એક વખતે એક ભાઈ બીમાર પડ્યા અને એવા ગંભીર બીમાર પડ્યા કે સાજા જ ના થાય. માટે અમે સલાહ આપી કે સારા ડોકટર પાસે જઈને રિપોર્ટ કઢાવી લો, એટલે સાચી દિશામાં દવા થાય. એમણે અમારું માન રાખ્યું અને તૈયાર થયા.
હું, તેના કાકા અને તે ભાઈ અમે ત્રણેય મોટા દવાખાનામાં ગયા. દાક્તરે રિપોર્ટ કઢાવવા કહ્યું અને અમે તેમનો લોહીનો રિપોર્ટ તેમજ યુરીન રિપોર્ટ કઢાવ્યો. રિપોર્ટ કઢાવીને પાછા આવ્યા અને દાક્તરને બતાવ્યો. દાક્તરે રિપોર્ટ જોયો અને એમને બહાર જવા જણાવ્યું. એટલે અમે બહાર જઈને બેઠા. થોડીકજ પળોમાં એ બાહર આવ્યા અને કહ્યું આ ભાઈના કોઈ સગા હોત તે અંદર આવો. માટે તેમના કાકા દાકતરની આજ્ઞા મુજબ અંદર ગયા.
હવે ખરેખરી થઈ. દાકતરે કાકાને જણાવ્યું કે આ ભાઈ તમારા શું થાય ? એટલે કાકાએ કીધું કે હું તેનો કાકો થાવ. તમ તમારે કહો જે કહેવાનું હોય તે. દાક્તરે કથા શરૂ કરી કે,"આ ભાઈને કેન્સર છે, છેલ્લા સ્ટેજ પર છે, ઓપરેશન કરવાથી કોઈ ફાયદો નથી, હવે તમે દવાથી ચલાવો અને સાથે સાથે દુઆ કરજો બાકી આ માણસ છ મહિના જીવે એમ છે. પણ તમે એમને જણાવતા નહિ."
સાંભળીને કાકા બોલ્યા સારું.
હું બાહર પેલા ભાઈ જોડે બેઠો હતો ત્યાં તો એના કાકા આવ્યા ને બોલ્યા,"અલ્યા... તને તો કેન્સર છે. તું છજ મહિના જીવવાનો. ઓપરેશનથીય સારું નથી થાય. છેલ્લા સ્ટેજ પર છે. હવે પતી ગયું ના મટે !"આવું એકી શ્વાસે બોલી ગયા અને પાછા હસતા હસતા. હું તો જોતો રહી ગયો. અવાક થઈ ગયો કે આ શું બોલે છે ? હસવું કે રડવું એ ખબર ના પડે. પણ એ દર્દી એટલા બધા ચિંતિત થયા કે છ મહિનાની બદલે ફકત 27 દિવસમાં જ મરી ગયા.
પણ એના કાકાએ જે કર્યું એ હજુય નજર સમક્ષ આવતા ખુબજ હસવું આવે પણ એની સાથે સાથે માણસ મરી જાય એનું દુઃખ પણ ખરું. કદાચ હું અંદર ગયો હોત તો સારું હતું એમ પણ થયું.પણ આવા લોકોને દવાખાને ભેગા ના મોકલાય એવું ઉચેરું જ્ઞાન પણ મળ્યું.