Shaurya Parmar

Comedy

2  

Shaurya Parmar

Comedy

રંગીન.

રંગીન.

1 min
7.9K


હું શિક્ષક છું અને એ પણ પ્રાથમિક. એટ્લે ભણાવવા સિવાયના ઘણાબધા કામ અમારે કરવા પડે. એમાંનું એક કામ બૂથ લેવલ ઓફિસર ( બીએલો ) નું છે. તેમાં અમારે ગામના લોકોના ચૂંટણી કાર્ડ કાઢવાના,સુધારવાના, ગુજરી ગયા હોય એમના નામ કમી કરવાના.એવા પ્રકારનું કામ હોય.

આ કામ મેં પણ કર્યું છે. એ સમયનો એક ખૂબજ રમૂજ ઉપજાવે એવો કિસ્સો મને યાદ આવે છે.એકવાર મામલતદાર સાહેબે એક યાદી અમને આપી અને કીધું કે આમાં જેટલા નામ છે એમના રંગીન ફોટા લાવવાના છે. એમનું ચૂંટણી કાર્ડ રંગીન થઈ જાય.

મેં કામગીરી શરૂ કરી. ગામની શેરીઓ, ગલીઓ, ખેતરો, છૂટાછવાયા ઘરો બધે જ ફર્યો અને રંગીન ફોટા ઉઘરાવવાનું શરૂ કર્યું. એમાં એક સ્થળ એવું હતું જ્યા હું પહોંચ્યો એટ્લે મને કીધું, "સાહેબ પીવું છે?" મેં કીધું શું ભાઈ? હું રંગીન ફોટા લેવા આયો છું. પીવા નહી. ત્યારે પેલો માણસ ફરી બોલ્યો, "એક વાર પી લો, આખી યાદી રંગીન દેખાશે." હું ખૂબ હસ્યો.

અણગમતા કામ વચ્ચે પણ જો આવો આનંદ મળતો હોય તો એ આનંદ લઈ લેવો. જતો ના કરવો. ખરેખર એ માણસે મારી આંખો ખોલી નાખી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy