Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

mariyam dhupli

Abstract Tragedy Children


4  

mariyam dhupli

Abstract Tragedy Children


કરતબ

કરતબ

3 mins 373 3 mins 373

એના બે હાથમાં જાણે આખું બ્રહ્માંડ સમાઈ ગયું. આંખોનું તેજ એ બ્રહ્માંડને એવી જીજ્ઞાસા સાથે તાકી રહ્યું કે બ્રહ્માંડને પણ સાચા હાથમાં હોવાની ખાતરી થઈ રહી હતી. એ વિશ્વમાં એને તરવું હતું, ઉભરવું હતું. પોતાની કલ્પનાનાં દરેક રંગોને એકીજોડે એની ઉપર ઉતારી નાખવા હતા. તત્પરતા વડે આંગળીઓ છટપટ કરી રહી હતી.

એવું લાગી રહ્યું હતું કે જાણે એ એક મુક્ત પંખી હોય અને એના હાથમાં એક સ્વતંત્ર આકાશ. જ્યાં ઊડવું હોય, જે રીતે ઊડવું હોય, જે ઝડપે ઊડવું હોય. એને દરેક પ્રકારની છૂટ હતી. એ મોકળાશ જ તો એની શક્તિ હતી. એ આઝાદી જ તો એને કંઈક કરી શકવા સમર્થ કરવાની હતી. કંઈક એવું જે નવીન હોય. કંઈક એવું જે જુદું હોય. કંઈક એવું જેમાં રસ પડે. કંઈક એવું જેને કર્યાનો આનંદ મળે. કંઈક એવું જે એકધારું કરતા કંટાળો ન આવે. કંઈક એવું જે સૌ કરી રહ્યા ન હોય. પણ એ જાતે કુશળતાથી કરી શકે. જે કર્યા બાદ સ્વ ઉપર ગર્વ થાય. એવો સંતોષ અને હર્ષ મળે જે કલ્પનાને પણ પરે હોય. 

મન મક્કમ થઈ ઉઠ્યું. બેઠક ઉપર કડક શરીર ટટ્ટાર થયું. એક નજર ચારે દિશામાં ધીમે રહી ફેરવી. એકસરખું દ્રશ્ય. એકસરખું કાર્ય. એકધારું વાતાવરણ. એજ નીરસતા. સોય પડે તો પણ સાંભળી શકાય એવો ઘોર સન્નાટો. પોતાની અડખે પડખે કોઈ ન હતું. તક ઝડપતા એણે કાર્ય શરૂ કરી દીધું. 

અણીદાર પેન્સિલ કાગળ ઉપર અહીંથી ત્યાં ફરવા લાગી. એ પેન્સિલની ઝડપ જોડે કદમ મેળવતી નજર કાગળ ઉપર વર્તુળાકાર ફરવા લાગી. જાણે કોઈ જાદુગર પોતાના જાદુનો કરતબ દેખાડતો હોય એવીજ તલ્લીનતા ચહેરાના હાવભાવોમાં ઉપસી આવી. આંખોનો ઉત્સાહ આખરે ચરમસીમાએ પહોંચ્યો. ધીમે રહી પેન્સિલ ટેબલને સ્પર્શતા ક્ષિતિજ સમી આડી પડી. જાદુગર જાદુનો અંતિમ નિર્ણાયક ભાગ દેખાડતી વખતે જેટલો આત્મવિશ્વાસ દર્શાવે એટલાજ આત્મવિશ્વાસ જોડે એણે કોપીબુક ધીમે રહી ઊભી કરી. પડખેની બારીના કાચમાં પડી રહેલી સૂરજની ચળકતી કિરણોના પ્રકાશમાં કોપીબુકનું પ્રતિબિંબ ઝીલાયું. એ કોપીબુક ઉપર ઊંધો ચીતરાયેલો 'ક' બારીના કાચમાં પ્રવેશી એકદમ સીધો ટટ્ટાર થઈ ગયો. 

હા, એ કરી શકી. હોઠ ઉપરનું સ્મિત પહોળું થયું. સ્વ ઉપર ગર્વ ઉભરાઈ આવ્યો. સંતોષ અને હર્ષ મનમાં ગદગદ થઈ ઉઠ્યા. પ્રેક્ષકોએ એને તાળીથી વધાવી હોય એવો આભાસ થયો કે........પાછળથી ઢબબ કરતો એક હાથ કેડને હચમચાવી ગયો. 

" આ શું છે ? ઊંધો ' ક ' ? ધ્યાન ક્યાં છે તારું ? તારા મમ્મી પપ્પાને બોલાવવા પડશે. હવે જલ્દી કર. સીધો ' ક ' ચીતર . "

શિક્ષકનાં ભડકેલા શબ્દો વડે ઉતરેલા મોઢે અને ધ્રૂજતા હાથે પેન્સિલ ફરી હાથમાં લેવાનો પ્રયાસ કર્યો કે કડક ફૂટપટ્ટીનો ઘા ડાબા હાથને લાલ કરી ગયો. 

" કેટલી વાર કહ્યું ? જમણા હાથ વડે લખાય. "

જમણા હાથ વડે કમને પેન્સિલ ઉઠાવી એણે કક્કો ચીતરવા માંડ્યો. થોડા સમય પહેલા સંપૂર્ણ ફાવટ વડે કાગળ ઉપર ફરી ગયેલો ડાબો હાથ એને દયા વડે તાકી રહ્યો. 

" અને...છી...છી.....આ અક્ષર તો જો...."

શિક્ષકનાં ભયે ડોકું નીચે રાખી કાર્યમાં વ્યસ્ત એ બાળકીની પડખેની બારીનાં કાચ ઉપરનો પ્રકાશ અચાનક આલોપ થયો અને વાદળોનાં ગડગડાટથી વાતાવરણ ધ્રૂજી ઉઠ્યું. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Abstract