Kanala Dharmendra

Classics Others

4.5  

Kanala Dharmendra

Classics Others

.બહિષ્કાર

.બહિષ્કાર

1 min
1.1K


હજુ તો પ્રિટોરિયા આવવાને ખાસ્સી એવી વાર હતી. ત્યાં અચાનક મૅરિત્સબર્ગમાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી ઢફ ઢફ કરતાં બે બિસ્તરા સહિત એક વ્યક્તિને ધક્કા મારીને ધરાર ઉતારી દેવામાં આવ્યો.

મૅરિત્સબર્ગના સ્ટેશને પડેલ એ મોહનદાસ પડ્યો ત્યારે મોહનદાસ હતો પણ જ્યારે એ ઉભા થતાં હતાં ત્યારે એની માન્યતા, ભારત દેશનું ભવિષ્ય પલટાઈ રહ્યાં હતા. કપડાં અને વિચારો પરથી ધૂળ ખંખેરતા એ હવે મહાત્મા ગાંધી હતા.

હાથમાં ધીરે ધીરે બિસ્તરા જ નહીં દેશનું ભવિષ્ય પણ ઊંચકાઈ રહ્યું હતું, હૃદયમાં કઈક સળવળાટ કરી રહ્યું હતું જેનું નામ પછીથી સત્યાગ્રહ પડવાનું હતું અને આંખમાં એક જ શબ્દ ભભૂકી રહ્યો હતો... "બહિષ્કાર."


Rate this content
Log in

Similar gujarati story from Classics