AUTHOR OF THE YEAR 2019 - (GUJURATI)- FIRST RUNNER UP
117
Posts
264
Followers
97
Following
#સ્વપરિચય #
1980, 12મી સપ્ટેમ્બરનો એ દિવસ શુક્રવારે વહેલી સવારે રાજુલા મુકામે એક બાળકનો જન્મ થાય છે. આ બાળક જન્મતાં વેંત રડતું નથી જેના કારણે તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ જાય છે.ત્યારબાદ આ બાળક થોડું મોટું થાય છે .તેના તોફાનથી એના મમ્મી ત્રાસી જાય છે. રોજ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ પ્રાર્થના... Read more
#સ્વપરિચય #
1980, 12મી સપ્ટેમ્બરનો એ દિવસ શુક્રવારે વહેલી સવારે રાજુલા મુકામે એક બાળકનો જન્મ થાય છે. આ બાળક જન્મતાં વેંત રડતું નથી જેના કારણે તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ જાય છે.ત્યારબાદ આ બાળક થોડું મોટું થાય છે .તેના તોફાનથી એના મમ્મી ત્રાસી જાય છે. રોજ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ પ્રાર્થના કરે છે કે આ છોકરો ઝડપથી મોટો થઇ જાય તો ખૂબ સારું .છોકરાના તોફાન દિવસે ને દિવસે વધતાં જાય છે .ઘરમાં જે વસ્તુ હાથમાં આવે તે તોડી-ફોડી નાખવી, બગાડી નાખવી, ફાડી નાખવી, નેઈલ પોલિશથી ભીંતો રંગી નાખવી ,ગોળા ફોડી નાખવા, નોટો ફાડી નાખવી, પપ્પાને કામ ન કરવા દેવું, ઓફિસે ન જવા દેવા ,આવે એટલે તરત જ બહાર આટો મારવા જવું, આજુ-બાજુવાળા છોકરાને મારવા ને બિલકુલ જમવું નહીં. તેને તેને જમાડવા માટે આજુબાજુના છોકરા ભેગાં કરવાના ,કુતરા ભેગાં કરવાનાં .ત્યારે તો ભાઈ જમે ! છેવટે તેના રોજબરોજના તોફાનથી કંટાળીને તેના પપ્પાએ તેને ત્રણ વર્ષે જ નિશાળે મુકી દેવાનો નિર્ણય કર્યો. પહેલા દિવસે ભાઈ ગયા બાલમંદિર .બાલમંદિર ઘરથી લગભગ એક કિલોમીટર દૂર.બધા બસમાં ગયા . ત્યાં પ્રાર્થના શરૂ થઈ. શિક્ષિકા બહેને બધાને આંખો બંધ કરવા કહ્યું. આ છોકરાને આંખો બંધ કરવી ગમતી નહોતી. એટલે બધાએ આંખો બંધ કરી અને આ ભાઈ એ કોઈને ખબર ન પડે તેમ છટક્યા. પ્રથમ દિવસે જ ગુટલી મારવાની શરૂઆત કરી. તેની અવલોકન શક્તિ અને યાદશક્તિના કારણે તેને ઘરનો રસ્તો છેક સુધી યાદ રહી ગયેલો. તે સીધો ઘરે પહોંચ્યો! મમ્મીના તો આશ્ચર્યનો પાર ન રહ્યો. આટલું નાનું બાળક કેવી રીતે રીતે એકલું ઘરે પાછું આવતું રહે? સાંજે જ્યારે સ્કૂલની બસ આવી ત્યારે પેલા છોકરાના મમ્મીએ પૂછ્યું," મારો દીકરો ક્યાં?"પેલા લોકો કંઈ જવાબ આપી શક્યા નહિ. દોડધામ શરૂ થઈ છેવટે તે છોકરાના મમ્મી-પપ્પાએ કહ્યું ,"આ તો કલાકમાં જ પાછો આવતો રહ્યો . તમે બરાબર ધ્યાન રાખો નહીં તો એ છટકી જ જશે. અને ત્યારબાદ સાવરકુંડલાની એ શાળામાં એ છોકરાએ ડેલો બંધ કરી અંદરની બાજુએથી તાળું મરાવવાનો રિવાજ શરૂ કરાવ્યો .નિશાળે પણ તેને તેના ધોરણ કરતા આગળના ધોરણનું ભણવાનું વધુ ગમતું. બોલવાનું ખૂબ ગમે, વાંચવાનું ખૂબ ગમે .બાલ -મંદિરના વીસમાં દિવસે તો તે વાંચતા શીખી ગયો એ પણ એક આશ્ચર્યનો વિષય હતો. ત્યારબાદ વાંચવાનો ચસ્કો લાગ્યો .લખવું જરીએ ગમે નહીં અને અક્ષર તો એવા કે ગાંધીજી પણ ગૌરવ લઇ શકે. હજુ જીદ અને તોફાન તો શરૂ જ હતા . ગામમાં જાય તો કાપડ ની દુકાને જે પૂતળું રાખ્યું હોય તેને એ લેવું હોય .ઘરે આવીને પણ રોજના અલગ-અલગ તોફાન . જો કે હવે થોડો જીવ વાંચવામાં પરોવાયો.ત્યારે જ પપ્પાએ જીવનની સૌથી મોટી ભેટ એટલે કે વાચનમાં ફૂલવાડી આપી .રોજ નવી -નવી વાર્તાઓ વાચે. એક વાર વાર્તામાં પરીની વાત આવી. આ પરી તેને ખૂબ ગમી ગઈ . પછી તેના જ પાડોશમાં મોટી ઉંમરના એક બેન તેને આ પરી જેવા લાગ્યા માટે તેણે તેની સાથે લગ્ન કરવાની જીદ માત્ર સાત વર્ષની ઉંમરે લીધી .પેલા બેનને પણ રમત સૂઝી તેણે લગ્નની હા પાડી દીધી.પેલો તો તૈયાર થવા ઘરે ગયો.લીલા કલરની સફારી પહેરી.આંખની અંદર મેશ આંજવાને બદલે બહારની સાઈડ આંજી અને આ બાબરોભુત લગ્ન કરવા નીકળી પડ્યો. છેલ્લી ઘડીએ કન્યાએ રોન કાઢી અને કહ્યુ," તું કમાતો નથી." છોકરો ઘરે આવીને રડવા લાગ્યો. પાછી તેની જીદ શરૂ થઈ .હવે તેને તાત્કાલિક કમાવુ હતું. કમાવું શું કહેવાય એ પણ એને ખબર નહોતી પડતી. તેના પપ્પાએ કહ્યું," વ્યવસ્થિત ભણવામાં ધ્યાન રાખ એટલે એટલે સારું કમાઈશ." છેવટે તેણે પોતાનું ધ્યાન ભણવામાં લગાડયું.પણ અક્ષરો ખૂબ ખરાબ.એટલે સાહેબ ખૂબ માર મારે .બોલવામાં પણ જીભ અચકાય અને એમાં પાછો તોતડો. એક વખત વાર્તા સ્પર્ધામાં ભાગ લેવા માટે સાહેબ આગળ નામ લખાવવા ગયો . સાહેબે કહ્યું ,"તું રહેવા દે ને કારણકે તારી વાર્તા ક્યારેય પૂરી જ નહીં થાય." છોકરાને રડવું આવી ગયું. છેવટે દયા ખાઈને સાહેબે નામ લખી નાખ્યું .વાર્તાસ્પર્ધાના દિવસે જોવા જેવી થઈ. તેનો છેલ્લો વારો રાખવામાં આવ્યો. તેણે તેની વાર્તા તળપદી ભાષામાં શરૂ કરી . દેશી ભાષા અને વળી જીભ થોથવાય.બધા વિદ્યાર્થીઓ હસતાં હતા. શિક્ષકો પણ હસતાં હતાં.ત્યારે તેને કશું સુજ્યું નહીં એટલે એ પણ બધા સાથે હસવા લાગ્યો. ઘરે આવીને તેણે આ વાત તેના મમ્મીને કરી . મમ્મીએ એક સરસ વાત કરી કે બધા સાથે હસી લીધું એ તે સારુ કર્યું.પરંતુ યાદ રાખજે જિંદગી હસવા જેવી ના બનાવતો. છોકરાએ ત્યારબાદ જીભને પકડીને અને અન્ય લોકોની સલાહ મુજબ બોલવાની પ્રેક્ટિસ શરૂ કરી. ધીરે-ધીરે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા લાગ્યો. તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ,રાજ્ય કક્ષાએ અને છેવટે લુધિયાણા મુકામે દેશ કક્ષાએ ભાગ લઈને તેણે સાબિત કર્યું કે જે બાબતમાં તેને પાંગળો ગણવામાં આવતો હતો એ જ બાબતમાં તે પારંગત બન્યો. આજે તો તે મોટા -મોટા કાર્યક્રમોનું સંચાલન અને મોટિવેશનલ સેમિનાર કરે છે . માયાભાઈ આહિર, જય વસાવડા , સંજય રાવલ, શૈલેષ સગપરિયા, કાજલ ઓઝા વૈદ્ય બધા તેનો મિત્રો છે અને આ બધા સાથે તે સયુંકત સેમિનાર કરી ચુક્યો છે પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુ અને પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હાથ તેના પર આશિષ રૂપે કાયમ માટે મુકાયેલા છે..તેના અક્ષરો ખરાબ થતાં હતા. એક દિવસ એક મિત્રે તેની બુકનો ઘા કરી ને એવું કહ્યું કે "તમે ક્યાંય ચાલો નહી." આ વાતનું તેને ખૂબ દુઃખ લાગી ગયું . 15 દિવસમાં તેણે તેણે પોતાના અક્ષર સુધારીને બતાવ્યાં એટલું જ નહીં રાજ્યકક્ષાની સુલેખન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો. તેના પપ્પાના કહેવાથી દસમાં સાયન્સ રાખ્યું. ગણિતમાં તો તે ઢગલાં નો ઢ હતો .પપ્પાની ઇચ્છાને ના ન કહી શક્યો. 10 મું તો કેમે કરીને પસાર થઈ ગયું. પરંતુ બારમામાં 48 ટકા આવીને ઊભા રહ્યા. ભણવાથી તે થોડો કંટાળ્યો પણ ખરો થોડો સમય હીરા ઘસ્યાં પણ ત્યાં બધાં જેમ ફાવે તેમ બોલતાં અને કામ ચીંધતા જેનાથી સ્વમાન ઘવાયું, ભાર રીક્ષા ચલાવી. છેવટે બીએસસીના પ્રથમ વર્ષમાં ગણિતમાં દોઢસોમાંથી તેર માર્કસ આવ્યાં.ખૂબ ખરાબ રીતે ફેલ થયો .અંગ્રેજીમાં ક્લાસમાં સૌથી સારા માર્ક્સ હતા .માટે પછીથી આર્ટ્સ રાખવાનું નક્કી કર્યું .પહેલા જ વર્ષે ફર્સ્ટ ક્લાસ આવ્યો . ગાડી ચાલી .પરંતુ હજુ તેણે ઘણી કસોટીઓમાંથી પસાર થવાનું હતું.બન્યું એવું કે તેનું ગામ પહેલા ભાવનગર જિલ્લામાં હતું .જે પછીથી અમરેલી જિલ્લામાં આવતા યુનિવર્સિટી બદલાઈ અને કોર્સ પણ બદલાયો. છેલ્લા વર્ષની પરીક્ષા આપવાના બદલે તેણે ડ્રોપ લીધો.આ તેના જીવનની એક ખૂબ મોટી ભૂલ હતી . બીજા વર્ષે તે જ્યારે પરીક્ષા આપવા ગયો ત્યારે જુના કોર્સના બદલે નવા કોર્સના પેપર આવ્યાં.તેની સાથે રહેલા તેના મિત્રો તો રડવા લાગ્યા. પણ તે કમ્પલસરી ઇંગલિશનું પેપર હતું. આ પેપરમાં 60 માર્કસનું ગ્રામર હોય. તો એને વિચાર આવ્યો કે આ પેપર આપી દેવાય. બીજું વર્ષ ના બગાડાય. યુનિવર્સિટીને ફરિયાદ કરવા બેસીશું તો ક્યારે ઉકેલ આવશે? બીજા દિવસથી તેણે એક -એક દિવસની તૈયારી કરીને પેપર્સ આપ્યા. રસનો વિષય હતો એટલે પાસ તો થઈ ગયો પણ 44 .45 ટકા આવ્યાં. તેના શિક્ષકો એવું બોલ્યા કે હવે તું ક્યાંય નહીં ચાલે.આ વાતનો તેને ખૂબ દુઃખ થયું .તેના શિક્ષકો એવું કહ્યું કે આ ખૂબ ઇત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તેનું પરિણામ છે. આટલા ટકામાં ક્યાંય અને શેમાંય એડમિશન મળે નહીં. આમ તો જ્યારે છેલ્લું પેપર હતું ત્યારે જ એણે નિર્ણય લઈ લીધો હતો કે હવે પાસ થવાશે નહીં માટે એક નાનકડી કાર્ડ અને ગિફ્ટ આર્ટીકલની દુકાન છેલ્લા પેપરના દિવસે જ ખોલી નાખી . તે કોઈની સામે રડ્યો નહીં કારણકે તેણે પ્રતિજ્ઞા કરી હતી કે આનો જવાબ દુનિયાને આપીશ તેદી રડીશ આજે રડવાનો નહીં પણ સંજોગો સામે મક્કમતાથી લડવાનો સમય છે. તેના મમ્મી -પપ્પાએ કહ્યું દુનિયા આખીને તારા પર ભરોસો હોય કે ના હોય અમને છે અને માટે તારે આગળ ભણવાનું છે . છેવટે તેણે મિત્રો સાથે ભાવનગર માસ્ટર ઓફ આર્ટ્સ કરવા જવાનો વિચાર કર્યો. ત્યાં તો તેને પહેલા દિવસે જ વર્ગમાંથી એડમિશન ન મળ્યું હોવાના કારણે કાઢી મૂક્યો. સ્પોર્ટસની એક સીટ હતી જેના પર તેના એક ભાઈબંધને એડમિશન મળી ગયું. આ છોકરાને એવું થયું કે ઘરે પાછો જઈશ તો મમ્મી -પપ્પાને કેટલું દુઃખ થશે. પણ તેને પ્રવેશ તો મળ્યો ન હતો . એટલે પછી તેણે નક્કી કર્યું કે જ્યાં સુધી પ્રવેશ ન મળે ત્યાં સુધી રોજ ઈંગ્લીશ ડિપાર્ટમેન્ટના હેડના ઘરના દરવાજા પાસે ઉભું રહેવું એકવીસ દિવસ સુધી સતત આવું કર્યું. રોજ ડિપાર્ટમેન્ટના હેડ પોતાની કાર લઇને નીકળે આ છોકરો તેની સામે જાય અને કહે ," મારે ભણવું છે મેમ." પેલા મેમ કહે ," તને એડમિશન મળ્યું નથી. તું એક્સટર્નલ કરી નાખ." પણ તેને એક્સ્ટર્નલ નહોતું કરવું.છેવટે એકવીસમા દિવસે મેમે કંટાળી ને કહ્યું કે હવે જો મારા દરવાજા પાસે ઉભો રહીશ તો હું પોલીસને બોલાવીશ. પેલો છોકરો નિરાશ ન થયો તેણે નક્કી કર્યું કે તે વેલકમ ડે માં અંગ્રેજીમાં સ્પીચ આપશે. પણ તે ક્લાસનો કાયદેસર વિદ્યાર્થી નહોતો એટલે શરૂઆતમાં તો મિત્રોએ આનાકાની કરી પણ પછી કહ્યું ,"જો મેમ ખીજાય તો અમારું નામ ન આવવું જોઈએ." પેલા છોકરાએ સ્વીકાર્યું . વેલકમ ડેના દિવસે અંગ્રેજીમાં સ્પીચ આપી. તેની અંગ્રેજીની સ્પીચ સાંભળીને બધા ખુશ થઇ ગયા. મેમે ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું ,"હું તને એડમિશન આપું છું. પણ તું સાબિત કરજે કેતુ ૪૪ ટકાનો વિદ્યાર્થી નથી." પેલાએ વચન આપ્યું. ત્યારબાદ આ બે વર્ષમાં કુલ નાની -મોટી 122 સ્પર્ધાઓમાં ભાગ લીધો અને છતાં બંને વર્ષ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. પુસ્તકાલયમાં જઈને બે વર્ષમાં કુલ 300 પુસ્તકો વાંચ્યા. શરૂઆતમાં લાઇબ્રેરિયનને એવું લાગ્યું કે આ છોકરો વાચતો નથી. માત્ર સવારે પુસ્તક લઈ જાય છે અને સાંજે પાછો દઈ જાય છે.એક દિવસ કસોટી કરવા માટે તેણે એક પુસ્તકમાંથી 25 પ્રશ્નો પૂછ્યા પેલાએ બધા જવાબ સાચા અને ક્ષણનોય વિલંબ કર્યા વગર આપ્યાબઅને ત્યાર પછી તેને ખાતરી થતાં એવી છૂટ આપી કે જ્યારે જેટલા પુસ્તકો લઈ જવા હોય એટલા લઇ જવા અને ગમે ત્યારે બદલવા આવીશ તો હું પુસ્તક બદલી આપીશ. એકવાર સરદાર વલ્લભભાઈ પટેલ પર નિબંધ સ્પર્ધા હતી .શનિવારની બપોરે તે પુસ્તકાલયમાં દાખલ થયો. અંડર ગ્રાઉન્ડ વિભાગમાં બેસીને લખતો હતો .એકવાર પટાવાળો આવીને કહી ગયો કે આજે શનિવાર છે લાઇબ્રેરી બંધ થઈ જશે તમારી રીતે ઉપર આવી જજો . પેલા છોકરાનું ધ્યાન નિબંધ લખવામાં હતું તેથી તેણે કંઈ સાંભળ્યું નહીં. છેવટે જ્યારે માથું ઊંચું કરીને ઘડિયાળમાં જોયું તો રાતના દસ વાગી ચૂક્યા હતા! ઉપરની તરફ બારણું બંધ હતું. મોબાઈલ લેન્ડલાઈન આવું કશું જ ઉપલબ્ધ નહીં. વળી ભાવનગર યુનિવર્સિટીની લાઇબ્રેરી પહેલા એકાંત વિસ્તારમાં હોવાથી તે રાડો પાડે તો કોઈ સાંભળે એમ નહોતું . માટે શનિવાર , રવિવાર અને સોમવારે સવારે નવ વાગે લાઇબ્રેરી ખુલી. ત્યાં સુધી ત્યાં રહીને પાણી પીધું અને પુસ્તકો 15 પુસ્તકો વાંચ્યા. ત્યારબાદ બે વર્ષના અંતે પરિણામ આવ્યું તે યુનિવર્સિટી સેકન્ડ આવ્યો.અને તે દિવસે મેમે કહ્યું ,"મારે અત્યાર સુધી એક દિકરી જ હતી આજથી એક દીકરો પણ છે ." અને એ છોકરાને સુંદર મજાની એક કાચની પેન આપતા કહ્યું ,"મારું નામ રોશન કરશે અને ખૂબ સરસ લખજે. તે સાબિત કરી બતાવ્યું કે તું ૪૪ ટકાનો વિદ્યાર્થી નથી."
તેના કોલેજકાળમાં તેને એકવાર પોતાના કાકાની દીકરી લગ્નમાં જવાનું થયું. ત્યાં જાન લઈને બધા આવ્યા.બધા તેમાં બસમાંથી એક છોકરી ઉતરી .એ છોકરીને જોઈને એના મનમાં થયું કાં તો હવે આ નારી નહી તો જય ગિરનારી. એક વખત આ છોકરીને કેરીયા જતા રિક્ષામાં પાછું મળવાનું થયું . પણ તે છોકરીએ આ છોકરા સામે પણ ન જોયું. ત્યારબાદ તેને આ જ છોકરી જોવા જવાનું થયું. છોકરીને તેણે પસંદ કરેલી જ હતી . છોકરીએ પણ તેને પસંદ કર્યો. સાત વર્ષ સુધી સગાઈ રહી. તે જ્યારે એમ.એ કરવા જતો હતો ત્યારે તેણે કહેલું મારે મારી કારકિર્દી બનાવી છે માટે તું મને સપોર્ટ કરજે. હું તને ફોન પણ નહીં કરું અને લેટર પણ નહિ લખું. એ છોકરીના સપોર્ટના કારણે જ અને તેના મા બાપના આશીર્વાદના કારણે આજે એ છોકરો ખૂબ આગળ આવી શક્યો છે. ભણતાં-ભણતાં એક વર્ષ સુધી એસ .ટી. ડી .માં કામ કર્યું , ડિપાર્ટમેન્ટની અંદર નાસ્તો બનાવીને વેચ્યો, વિડિયો ટોકીઝ શરૂ કરી, પ્રુફ રીડર તરીકે વિકાસ વર્તુળ ટ્રસ્ટમાં કામ કર્યું, બાળકો માટે ક્લાસ શરૂ કર્યા . ત્યારબાદ તેને બી.એડ.માં એડમિશન નહોતું મળતું.ભગવાનને પ્રાર્થના કરી કે એડમિશન મળી જાય તો સારું. તેનો વારો આવ્યો ત્યારે છેલ્લી બે કોલેજ બાકી રહી હતી. તેમાં એક મહિલા કોલેજ હતી અને એક મિશ્ર. તેની આગળનો વારો એક છોકરીનો હતો. જો છોકરી મિશ્ર કોલેજમાં લઈ લે તો પછી તેને મહિલા કોલેજમાં મળવાનું નહોતું. પેલી છોકરીએ મહિલા કોલેજ પસંદ કરી અને આ છોકરાને ધ્રોલ એડમીશન મળ્યું. તેણે ત્યાં જઈને પહેલા જ દિવસે ધડાકો કર્યો .સાહેબ ભણાવવા આવ્યા ત્યારે આ તોફાની નું ભણવામાં ધ્યાન નહોતું એવું સાહેબને લાગ્યું .છેલ્લે સાહેબે એને પૂછ્યું કે ઓ ભાઈ ,તમે અહીં શું કરવા આવ્યા છો ? તેણે કીધું ભણવા. સાહેબે કીધું તો તારું ધ્યાન ભણવામાં તો નથી.ત્યારે તેણે પોતાના સિવાય બાકીના 99 ના નામ બોલીને બતાવ્યાં અને વિષય પણ કહી બતાવ્યાં.સાહેબો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કયુ પ્રાણી છે? ત્યારબાદ તેણે એ વર્ષે ખૂબ પ્રગતિ કરી અને બી.એડ પૂરું કરીને તુરત જ પ્રથમ પ્રાઈમરીમાં અને ત્યારબાદ સેકેન્ડરીમાં શિક્ષક તરીકે જોડાયો.આ દરમ્યાન સ્કૂલમાં ઘણા બધા પ્રયોગો કર્યા. ખૂબ સફળતાઓ મેળવી. જીવનમાં કેટલાક સંકલપો કર્યા જેમકે જ્યારે તેને ગુસ્સો આવે ત્યારે કશુંક નવું શીખવાનું નક્કી કર્યું. એમ કરતા- કરતા લખવાનું, વાંચવાનું ,ગાવાનું દોરવાનું રાંધવાનું જ્યોતિષ ,રમત- ગમતના, પત્રો લખવાનું, ફોટોગ્રાફી, એક્ટિંગ, ડાન્સિંગ, ગૂંથવાનું, ભરવાનું, પરોવવાનું, ઘણું બધું શીખ્યો બધું શીખ્યો અને હજુ એ બધું શરૂ જ છે . 500 પત્ર મિત્રો બનાવ્યાં, 50 વખત રક્તદાન કર્યું, નાની-મોટી સોએક જગ્યાએ પદયાત્રા કરી. વીસેક જેટલી સંસ્થાઓ સાથે જોડાયો.એને જે કોલેજમાં કહેવામાં આવ્યું હતું કે તે ક્યાંય નહીં ચાલે ત્યાં એક વર્ષ પ્રોફેસર તરીકે રહ્યો. તેને જીવનમાં જે -જે ચેલેન્જ મળી તેનો તેણે સ્વીકાર કર્યો. જે -જે બાબતમાં તેને નબળો સાબિત કરવામાં આવ્યો હતો તે બધી જ તેણે પોતાની શક્તિઓ બનાવી. એમ. એ. બાદ આઈ.એ.એસ.ની પ્રારંભિક પરીક્ષા પાસ કરી. પણ માર્ગદર્શનના અભાવે મેઈન પરીક્ષા ન આપી શક્યો. એ વર્ષે તેના લગ્ન થયા .અગ્નિની સાક્ષીએ જ્યારે એ ફેરા ફરતો હતો ત્યારે તેના ધર્મ પત્ની કદાચ ગોરબાપાની વાત સાંભળતા હતા. જ્યારે આ છોકરો સંકલ્પ કરતો હતો કે પોતે 21 આઈ.એ.એસ. ન બનાવી દે ત્યાં સુધી મરશે નહિ. આજે તે અઢળક પ્રવૃત્તિઓ કરે છે . રોજ સવારે નવી કંઈક સિદ્ધિ હાંસલ કરે છે. તેણે તેના જીવનમાં નિયમ રાખ્યો છે કે કોઈની પ્રશંસાથી છકી ન જવું અને કોઈની ટીકાથી કે નિંદાથી ડરી ન જવું .એ સારું કામ કરે ત્યારે તે પોતે જ પોતાના વખાણ કરી લે છે અને ખરાબ કામ કરે ત્યારે તે પોતે જ પોતાને સજા આપી દે છે.તે કોઈનો મોહતાજ નથી .મસ્ત રીતે પોતાની જિંદગી જીવે છે. આજ સુધી 625 વિદ્યાર્થીઓને નોકરી પર લગાડી ચૂક્યો છે અને હજી આ યજ્ઞ શરૂ છે .
આ ૩૭ વર્ષનો યુવાન આજે પણ શબ્દોથી તોફાન કરે છે. રોજ કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરે છે .તેની પત્ની, બે દીકરીઓ અને એક દીકરા સાથે રાજુલા મુકામે રહે છે . તેનું નામ ધર્મેન્દ્ર કનાલા છે અને હા તે હજી ઘણી સિદ્ધિઓના શિખર સર કરવાનો છે અને મરે નહીં ત્યાં સુધી એક-એક સેકન્ડ જીવવાનો છે. Read less