@5bkjcrxi

Kanala Dharmendra
Literary Colonel
AUTHOR OF THE YEAR 2019 - (GUJURATI)- FIRST RUNNER UP

117
Posts
257
Followers
97
Following

#સ્વપરિચય # 1980, 12મી સપ્ટેમ્બરનો એ દિવસ શુક્રવારે વહેલી સવારે રાજુલા મુકામે એક બાળકનો જન્મ થાય છે. આ બાળક જન્મતાં વેંત રડતું નથી જેના કારણે તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ જાય છે.ત્યારબાદ આ બાળક થોડું મોટું થાય છે .તેના તોફાનથી એના મમ્મી ત્રાસી જાય છે. રોજ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ પ્રાર્થના... Read more

Share with friends
Earned badges
See all

Submitted on 31 Dec, 2019 at 03:35 AM

" તમારાં હૃદયની ઈચ્છા શું છે?- હૃદયથી જોશો તો તમારી જ પાસે એ બધું છે."

Submitted on 30 Dec, 2019 at 11:33 AM

" શરીર અને મન સાથે ચાલી શકે એ જ સાચી તંદુરસ્તી."

Submitted on 29 Dec, 2019 at 15:25 PM

" માણસ પાસે રહેલાં પુસ્તકો એ ખરેખર કોણ છે તેની ઓળખ છે."

Submitted on 28 Dec, 2019 at 14:03 PM

" સમજાવ્યા વગર જે સમજી શકે એ જ સાચી સમજ છે."

Submitted on 27 Dec, 2019 at 04:33 AM

" કંઈ અણધાર્યું થશે એમ મનાવરાવીને ધાર્યું ન કરવા દે એનું નામ ડર."

Submitted on 27 Dec, 2019 at 04:27 AM

" ક્રોધ એટલે વ્યક્તિ પોતે જ પોતાનું નુકસાન કરે એવો આવેગ."

Submitted on 27 Dec, 2019 at 04:25 AM

" જે માટે તમે નથી જન્મ્યાં એ તરફ તમને લઈ જાય એ કુટેવ."

Submitted on 24 Dec, 2019 at 04:34 AM

" નિષ્ફળતા એ સફળતાની પૂર્વ પ્રસ્તાવના અને ઘડતરની પૂર્વભૂમિકા છે."

Submitted on 23 Dec, 2019 at 04:23 AM

" નવું શીખવા માટે બે બાબત યાદ રાખો: ધીરજ છોડશો નહીં અને કઈ પણ મોડું હોતું નથી."

Submitted on 23 Dec, 2019 at 04:17 AM

" જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો- ઉપયોગી હોય એ સાચવી લેવું અને ઉપભોગ માટે હોય એ છોડી દેવું."

Submitted on 21 Dec, 2019 at 08:27 AM

" મનગમતાં માર્ગોને મનપસંદ રીતે પસાર કરવાનું નામ મુસાફરી."

Submitted on 19 Dec, 2019 at 22:55 PM

" બાળકનો સૌથી પહેલો હક એ શિક્ષણ નહીં પરંતુ રમત- ગમ્મતનાં મેદાન અને રમતો છે."

Submitted on 19 Dec, 2019 at 11:47 AM

" જીવન જીવી શકાય એટલાં પૈસા ચોક્કસ જરૂરી છે પણ પૈસા એ જ જીવન નથી."

Submitted on 18 Dec, 2019 at 02:32 AM

" જે માત્ર નોકરી મેળવવા કામ લાગે એ નહીં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુધી લઈ જાય એ જ ખરું શિક્ષણ."

Submitted on 18 Dec, 2019 at 02:29 AM

" જે માત્ર તનને જ નહીં મનને પણ પોષણ આપે એ સાચો ખોરાક."

Submitted on 16 Dec, 2019 at 01:20 AM

" આંગળીનાં ટેરવે અનુભવાતી સમસંવેદનાની દુનિયા એટલે સોશિયલ મીડિયા."

Submitted on 15 Dec, 2019 at 04:53 AM

" મન-શરીર અને સમગ્ર શ્રુષ્ટિના ખોરવાયેલાં લય-તાલને પુનઃ સક્રિય કરે તે સંગીત."

Submitted on 14 Dec, 2019 at 09:27 AM

" ખુલ્લી આંખે માની ન શકાય તેવી કલ્પના એટલે સ્વપ્ન."

Submitted on 14 Dec, 2019 at 09:24 AM

" આજના જમાનામાં સાચાંને સાચું અને ખોટાંને ખોટું કહી શકવાની શક્તિ એટલે હિંમત."

Submitted on 12 Dec, 2019 at 17:42 PM

"નિર્બળને બચાવવા અને દેશ માટે વપરાય એ જ સાચી શક્તિ."

Submitted on 11 Dec, 2019 at 14:55 PM

" મારું અને તમારું એમ અલગ ન હોય અને જે સનાતન-શાશ્વત હોય એ જ ખરું સત્ય."

Submitted on 11 Dec, 2019 at 14:50 PM

" સુખ અને દુઃખ નામના ઘોડા પર સંતુલન જાળવીને ભવસાગર પાર કરવાનું નામ જ જીવન."

Submitted on 09 Dec, 2019 at 04:37 AM

" બહાર કેમ તેટલા દોડશો એ નહીં મળે અને અચાનક સાવ બેઠાં-બેઠાં અંદરથી ઉગે એ જ સાચી શાંતિ."

Submitted on 08 Dec, 2019 at 06:57 AM

" આપણે હાલ જે જગ્યાએ હોઈએ ત્યાંથી આપણું શ્રેષ્ઠતમ આપવું એ જ આપણું કર્મ."

Submitted on 07 Dec, 2019 at 03:15 AM

" સર્વ ચેતન તત્વ માત્રમાં પડેલ અખૂટ ઉર્જા એટલે ભગવાન."

Submitted on 06 Dec, 2019 at 01:27 AM

" સ્વ પહેલાં સર્વનું વિચારે એ જ સાચો રાષ્ટ્રનાયક."

Submitted on 05 Dec, 2019 at 08:29 AM

"મા કરતા પણ વધુ જેણે આપી છે કાખડી ને મારા હાથ પર શોભતી રાખડી એટલે મારી બેન."

Submitted on 04 Dec, 2019 at 10:17 AM

" તમને તમારામાં પણ ' એ ' દેખાવા લાગે એનું નામ પ્રેમ."

Submitted on 03 Dec, 2019 at 08:33 AM

" લોહીના નહીં પણ સંવેદનાના સંબંધથી બંધાયેલ વ્યક્તિ એટલે મિત્ર."

Submitted on 02 Dec, 2019 at 03:02 AM

"તમારામાં છુપાયેલાં તમારા સ્વત્વ અને સત્વને બહાર કાઢે એ જ સાચો શિક્ષક."

Submitted on 01 Dec, 2019 at 04:23 AM

"બધાં સભ્યોની બધી બાબતોને સહજતાથી સ્વીકારીને સાથે રહી શકે એ કુટુંબ."

Submitted on 27 Jun, 2019 at 09:11 AM

સૌ પપ્પા નાળિયેર જેવા જ હોય છે: બહારથી સાવ બરછટ અને વેરવિખેર પણ અંદરથી શ્વેત મખમલ જેવા નરમ અને એકદમ મીઠાં.

Submitted on 21 Jun, 2019 at 12:06 PM

હોય જો આંખમાં વેર-ઝેર તો દુનિયા કુરુક્ષેત્રનું મેદાન છે, સમજાઈ જાય પ્રેમની પરિભાષા પછી સઘળું ગોકુળ- વૃંદાવન છે.


Feed

Library

Write

Notification

Profile