સ્વપીડા
સ્વપીડા


રોજ પપ્પા આવે એટલે લાડ કરીને ટોકીઝે ફિલ્મનાં ફોટોગ્રાફ જોવા જવાનાં, ઢગલાબંધ ચોકલેટ્સ લઈ આવવાની, એક કલાક ગામમાં પપ્પાને સાઈકલ પર રખડાવવાના અને તોય ધરાવાનું તો નહીંજ.પછી પપ્પાએ શું ન લઈ દીધું એની મમ્મીને ફરિયાદ કરવાની. થોડીવાર પછી સાંજ પડ્યે બધું ભૂલી બધા સાથે જમી લેવાનું.
પપ્પા વાંસો થાબડે અને મમ્મી વાર્તા કહે તોજ સુવાનું. સવારે નવાં તોફાન કરવા સૌથી પહેલા પાછું ઉઠી જવાનું. કોઈના મમ્મી પપ્પા કાંઈ કાયમ સદેહે તોન જ રહે. પપ્પા બહુ વહેલા જતાં રહ્યાં. પપ્પા ગયા એની પીડા તો શું છે એ તો એ જ જાણે જેમને પપ્પાને વહેલા ગુમાવ્યા હોય પણ સૌથી મોટી પીડા તો સ્વને ગુમાવ્યાની છે. કાચ સામું જોઉં કે પપ્પાની છબી સામે જોઉં તો એક પ્રશ્ન જરૂર થાય કે, "આમાં હું ક્યાં રહ્યો/ગયો ?"