Kanala Dharmendra

Children Stories

3  

Kanala Dharmendra

Children Stories

મીઠી ખારાશ

મીઠી ખારાશ

1 min
770


"મને બધી જ વસ્તુ સારી જ જોઈએ", પપ્પા સામે જાણે એ મારો દરેક ઓર્ડર માનવા બંધાયેલ હોય એમ મેં રોફથી કહ્યું. મમ્મીને આ ન ગમ્યું. " તું કમાવા માંડને ત્યારે બધું જ શ્રેષ્ઠ લેજે હોં બેટા", મમ્મીએ છણકો કર્યો. તે દિવસે જ મમ્મીએ રાતે પપ્પાના સંઘર્ષની વાત કરી અને મારા મનમાં એક નિશ્ચય કર્યો. બીજે જ દિવસે કોલેજ સાથે એક એસ.ટી.ડી- પી.સી.ઓ. માં પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી. ત્રણ મહિના તનતોડ મહેનત કરી ત્યારે એક સારી સાડી લઈ શક્યો!


દોડીને ઘેર આવ્યો. મમ્મીના હાથમાં આપી રૂઆબથી બોલ્યો, " શ્રેષ્ઠ છે." મમ્મી હસતાં- હસતાં બોલી, " ઓહો, કમાવા માંડ્યો મારો દીકરો. ત્રણ મહિનામાં એક જ સાડી આવી શકી એ ખ્યાલ પણ આવ્યો ને? ", એમ કહીને મારો હાથ ચૂમી લીધો. " ખરી વાત. શ્રેષ્ઠ બહુ અઘરું છે પણ તને બધી ખબર હતી?", પૂછતી વખતે ચહેરા પર સ્મિત અને આંખમાં આંસુ હતાં.


Rate this content
Log in