Kanala Dharmendra

Drama

2  

Kanala Dharmendra

Drama

જીવનની મજા

જીવનની મજા

2 mins
611


તારે હે બારાતી, ચાંદની હે યે બારાત.. સુંદર મજાના મારું પ્રિય ગીત કાજલે મારા એલાર્મ રીંગટોનમાં ગોઠવેલું હોવાથી એ સાંભળીને મારી સવાર પડી.


ગીઝરના ગરમ પાણીથી શિયાળાની ઠંડી સવારમાં એક અજબ હૂંફ મળી. બધાની ડીમાન્ડને ધ્યાને લઈ કાજલે કેટલાક યુ ટ્યુબ વિડિઓ જોઈ અને લેટેસ્ટ કિચન ગેજેટ્સની મદદથી જાણે ચમત્કાર જ કર્યો! મેં મારું લેપટોપ ખોલી મારો આજનો અગાઉથી સેટ કરેલો એજેન્ડા જોયો. મારી કાર લઈને નીકળી રહ્યો હતો ત્યાં કાજલ આવી અને તેણે કહ્યું કે ,"મારે આજે મારી ફ્રેન્ડ એનાં મામાને ત્યાં આવી છે તો મને લેતાં જશો." મેં એનું ઘર નહોતું જોયું. કાજલે પણ જોયું નહોતું. ફટાફટ તેની ફ્રેન્ડ પાસેથી મોબાઈલમાં લોકેશન મંગાવ્યું. એ પછી એણે મને મોકલ્યું. મેં મારી કારમાં સેટ કર્યું અને અમે તેના ઘરે પહોંચ્યાં. એને ડ્રોપ કરી હું નુપૂરને સ્કૂલે મુકવા જતો હતો પણ એ પહેલાં કયાં રસ્તા પર કેટલો ટ્રાફિક છે એ નેટ પર જોઈને ચાલ્યો તો વહેલો પહોંચ્યો. એ પાછળ બેઠી-બેઠી ટેબ્લેટ પર આજે જે ભણવાનું હતું તે પ્રકરણનાં વિડિઓઝ, પીડીએફ, ચાર્ટ્સ અને પિક્ચર્સ જોઈ રહી હતી. અચાનક તેને યાદ આવ્યું કે તેને પ્રોજેકટ ફી ભરવાની છે. મેં વોલેટ જોયું તો એમાં એટલા પૈસા નહોતા. મેં એટીએમ માટે નેટ પર સર્ચ કર્યું એ થોડું દૂર હતું. તેના શિક્ષક જોડે વાત કરી ઓનલાઈન ટ્રાન્સફર કર્યા. નુપૂરના કહ્યા મુજબ કેટલીક પ્રોજેક્ટની સામગ્રીનો ઓનલાઈન ઓર્ડર કર્યો.


ઓફિસે પહોંચવામાં થોડું લેટ થયું એટલે એલિવેટરમાં ગયો. ઓફિસે પહોંચી કેટલાક ઈ-મેલ્સ કર્યા, પ્રોજેક્ટ્સ તપાસ્યા, બે ઓનલાઈન મિટિંગ એટેન્ડ કરી એટલામાં એક કર્મચારીના પપ્પાને થોડી તકલીફ થઈ એટલે એનો ફોન આવ્યો. મેં ફોન ઉપર જ એક ડોક્ટરની એપોઇન્ટમેન્ટ ફિક્સ કરી આપી. ત્યાં ઝડપથી પહોંચું એ પહેલાં એ ડોક્ટરને અમેરિકાના એક ન્યુરો સર્જન ડોક્ટરનો નંબર આપ્યો. હું દવાખાને પહોંચું એ પહેલાં મલ્ટી વિડીઓકોલિંગ સિસ્ટમ અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી એમની એક નાનકડી સર્જરી થઈ ચૂકી હતી અને હવે એ સેફ હતાં. સાંજે ઘરે પહોંચ્યો તો કાજલને આવવામાં વાર લાગી એટલે મેં હવે શરૂ થયેલ ઓનલાઈન સિસ્ટમથી ખાવાનું ઓર્ડર કરી દીધું હતું. બધા સાથે બેસીને જમ્યા અને રવિવારે અનહદ આનંદ કરવા અમારા વતનમાં ગામડે જવાનું નક્કી કરી સૂઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama