યુધિષ્ઠિર, આ તેં શું કર્યું ?
યુધિષ્ઠિર, આ તેં શું કર્યું ?
યુધિષ્ઠિર, આ તેં શું કર્યું ?
"નરો વા કુંજરો વા " બોલી, જૂઠાણું જગમાં સત્ય કર્યું,
ધર્મરાજનાં પુત્ર થઇને, એક અધર્મી કેરું પગલું ભર્યું !
જૂગટું રમીને, સઘળું ખોઈને, તેં ખોટું કર્યું ન હતું.
પણ સ્વાર્થ ખાતર, જોયા વિના યુદ્ધમાં નમતું મૂક્યું !
છેલ-છોગાળા શામળાની, વાત તેં આખર કેમ માની ?
રથનું પૈડું જાણ્યે-અજાણ્યે અવનીને સ્પર્શતું કર્યું.
યુધિષ્ઠિર, આ તેં શું કર્યું ?
