યમુના રાણી
યમુના રાણી
જયજય યમુનારાણીનો જયહો
જયજય યમુનારાણીનો જયહો
સૂર્યતનુયા યમુના નીકળી
બ્રહ્માજીનાં હૃદય મહીંથી
કાન્તિ જાણે શ્યામસુંદીરની
ધ્વનિ જાણે મેઘરાજનો.
કલિન્દપર્વતનાં શિખરેથી સરી
સપ્તદ્વીપ સાત સાગરને ભેદી
મળી ભૂતલે ગંગા ભગિની
સંગમ જાણે જ્ઞાનભક્તિનો
ત્રિવેદમયી, આનંદમયી
અધિદૈૈવિક રાણી યમુના
ફળદાયીની મુક્તિદાયીની
અણિમા મહિમા સિધ્ધિદાયીની
જયજયજયહો યમુનારાણીનોજયહો
જયજયજયહો યમુનારાણીનો જયહો
