STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

યાદોનો દ્વાર

યાદોનો દ્વાર

1 min
250

ક્યારેક કાંટો બનીને ચૂભે, ક્યારેક બની રહે સુગંધિત સિતાર

યાદોની વાત છે નિરાળી, જિંદગીમા રહે છે યાદોનો ચિતાર,

 

જિંદગીમા સહુથી મસ્ત અને સમસ્ત જોડી હોય છે પતિ-પત્નીની

જો જોડ થાય ખંડિત, તો પછી યાદો બની રહે છે ચિત્કાર,

 

મા-બાપની જિંદગીમાં, ‘કન્યા વિદાય’ની ક્ષણ હોય છે બહુ ભારી

મણ જેવી ક્ષણ વિતી જાય, બેટીની યાદ બની રહે છે યાદગાર,

 

જીવન સફર તો વધતી રહે છે આગળ પોતાની આગવી લયમાં

છુટ્ટી ગયેલા સગા-સંબંધીઓની યાદ બનાવે છે બેજાર,

 

ક્યારેક બની રહે મધુર સિતાર તો ક્યારેક કરી જાય તારતાર

યાદોનો દ્વાર છે દ્વારપાળ વગરનો, યાદોનો છે અનંત વિસ્તાર,

 

મનરૂપી કેમેરામાં રહેતો હોય છે યાદોનો ભંડાર

યાદોનો પટારો ખુલ્લે અને ઘણી યાદોનો થઈ જાય સાક્ષાત્કાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract