STORYMIRROR

Bhavna Bhatt

Drama Thriller

5.0  

Bhavna Bhatt

Drama Thriller

યાદ છે?

યાદ છે?

1 min
14.8K



એક વાર આપણે ઝઘડયા'તા યાદ છે?

એક બીજાને ભેટી ખૂબ રડયા'તા યાદ છે?


કાકડી, કોઠુ, સેતુર, રાયણા અને ચણીબોર,

આંબલી ખાવા તો ટોચે ચડ્યા'તા યાદ છે?


ગામ આખાના ઉકરડા સાંજ લગી ખૂંદયા પછી,

એક મોટો દેડકો જડયો તો યાદ છે?


ચૂલામાં પાપડી શેકી ને ખાતા'તા,

જાતે ભાજીપાઉં બનાવ્યું'તું એ યાદ છે?


ફુલ રેકેટ, કેરમ અને સતોડીયું, ક્રિકેટ કેવા રમતા,

મોઈ ડંડો રમતા ગીલી સામે ગઈ એ યાદ છે?


"ભાવના" એ બચપણના આટાપાટાઓ,

ઊભી ખો રમતા કેવા પડયાં'તાં એ યાદ છે???


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama