વ્યવહાર
વ્યવહાર
હવે અમે દર્દ સાથે એવો વ્યવહાર રાખ્યો છે,
ને સાથ તમારો પણ જુઓ પળવાર રાખ્યો છે,
કરીને પ્રેમ એવા તો પસ્તાયા છીએ અમે હવે,
એમની યાદોનો અસહ્ય એવો ભાર રાખ્યો છે,
સોબત કરીને તમારી ભૂલ્યા હતાં આ જાતને,
પૂછો મને તો કહેવા આટલો જ સાર રાખ્યો છે !
દુનિયામાં ભીડ છે છતાં એકલું આ મન રહ્યું છે,
હવે તો અમે બસ અમારો જ પરિવાર રાખ્યો છે,
હળવાશ છે હવે કે નથી મળાતું તમને 'ઉમંગ' થી,
છતાં એકાદવાર મળવાનો મેં વિચાર રાખ્યો છે !
