વુમન્સ ડે - વોટ્સએપ ફરતો મેસેજ
વુમન્સ ડે - વોટ્સએપ ફરતો મેસેજ
જ્યારે મોટી ઉંમરે સ્ત્રી આકાશમાં ઉડવાનું ચાલુ કરે છે સ્વતંત્રતાથી જીવે છે ત્યારે પુરુષો વિચારે છે....
આને પાંખો આવી છે !
અરે ...ભલા માણસ... પાંખો તો એને જન્મથી જ મળી છે.
પણ એ સ્વેચ્છાએ એને સંકેલી ને બેઠી હતી.
એણે ગૃહસ્થી ને કદી પિંજરુ ગણ્યુ જ નથી....
માળો જ માન્યો છે.
પોતાની પાંખો ની હૂંફ થી એણે પરિવાર ને સેવ્યો છે.
ક્યારેય ઉડવાની તમન્ના નથી કરી.
પણ...પણ...આ મુકામ પર...
જ્યારે પક્ષીઓ જ ઊડી ગયા છે તો હવે એ પણ જરી પાંખો ફફડાવે તો ખોટુ શું છે ?
એને આકાશ નથી જોઇતું...
એને ઉડી ને ચાલ્યા પણ નથી જવું.
એને તો બસ ....થોડી અમસ્તી મોકળાશ જોઇએ છે.
એ તમારા જ આપેલા ' સમય ' નાં ટૂકડા ને મનગમતી પ્રવૃત્તિ થી ભરવા માટે એક ટૂકડો ' અવકાશ ' માંગે છે
તો .... શુ એ વધારે કાંઇ માંગે છે ?
એને થોડુ ખિલવુ છે...
ખુલવુ છે.....
થોડુ વહેવુ છે...
થોડુ કહેવુ છે...
થોડુ મ્હોરી ને
થોડુ મહેંકવુ છે.
તો શું એ ખોટું છે !
