STORYMIRROR

Manu V Thakor

Abstract

2  

Manu V Thakor

Abstract

વતનપ્રેમ

વતનપ્રેમ

1 min
14K


શહેરની ગમતી ના ગૂંચવાયેલી ગલીઓ,
મને વ્હાલી મુજ વતન કેરી વાટ, ભેરુ...
મારો વતનપ્રેમ છે અફાટ
 
મોલ તારા મોટા ને બીગ બીગ બજારો,
મને તો વ્હાલી મુજ વતન કેરી હાટ, ભેરુ...
મારો વતનપ્રેમ છે અફાટ
 
ન્હાવા ન ગમતા મુને સ્વિમિંગપુલના સ્નાન, મને વ્હાલા તળાવ, નદી-સરવરના ઘાટ, ભેરુ...
મારો વતનપ્રેમ છે અફાટ..
 
તકિયા-બેડ-બિસ્તર પર નીંદર ન આવે,
મને વ્હાલી ચારપાઈ વાળી ખાટ, ભેરુ...
મારો વતનપ્રેમ છે અફાટ..
 
હાડમારીને ટેન્શન બધી શહેરી બીમારી, વ્હાલાં વતનમાં ન હોય કંઈ ઉચાટ ભેરુ...
મારો વતનપ્રેમ છે અફાટ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract