વર્તમાનને વહાલ
વર્તમાનને વહાલ
અતીતની પીડા, અતીતના દુ:ખ, બનાવે છે ભયભીત,
અતીતથી પર આવીએ, હવે મેળવીએ વર્તમાન પર જીત,
જે વીતી ગયું તેને ભુલી જવામાં જ છે સાર,
વીતેલ તિથિ વાંચવામાં તો બ્રાહ્મણને પણ નથી દેખાતું હીત,
ઘડિયાળના કાંટાને કોણ ફેરવી શકે પાછા ?
>
વર્તમાનને કરો વહાલ, વર્તમાનને રહો સમર્પિત,
અતીતને ઉધારીએ, આપણી ભુલોને સુધારીયે,
આજનું વર્તમાન પણ બની રહેવાનું છે અતીત,
વર્તમાનને વળગી રહીયે, વર્તમાનથી રાખીયે પ્રીત,
માત્રને માત્ર અતીતને વળગી રહેવામાં હાર છે ગર્ભિત .