વરસાદનો ભીનો ભીનો વાયરો
વરસાદનો ભીનો ભીનો વાયરો
વરસાદનો ભીનો ભીનો વાયરો
સાચવજે ખુલ્લમ ખુલ્લા વાયરો,
પેલા થાંભલે ના જા કૂતરા
એક પગ કાયમ થાશે પાંગળો,
પેલું ખાબોચિયું નહીં ભૂવો છે
પડ્યો તો મહીં તને કઈ શોધવો,
બહુ નહીં પલળવાનું લિમિટ રાખ
નહીં તો ઓઢવો પડશે ઊનો ધાબળો,
વડોદરા આવો અહી ઘર ઘરમાં
જોવા મળશે બધે ફરતા મગરો,
શહેરમાં પાણી પાણી હાથે કરી
ભરી દીધા બધા કામના કોતરો,
કોરોના તો છેજ હવે ત્રાસ શરૂ
ચાલુ મેલેરિયા ડેન્ગ્યુ ને મચ્છરો.
