STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

વરસાદની કમાલ

વરસાદની કમાલ

1 min
606

મન મૂકી નાચ્યા, વરસાદની કમાલ છે,

મોર પણ ઝૂમ્યા, વરસાદની કમાલ છે.


દેડકાઓએ છેડી ડ્રાઉં-ડ્રાઉંની શરણાઈ,

ખાડેખાડા ગાજ્યા, વરસાદની કમાલ છે.


કુદરતે છોડયા જાણે ફુવારા અત્તરના,

ધરાના કણ મહેકયા, વરસાદની કમાલ છે.


ચડયાં વૃક્ષો હિલ્લોળે, અનેક કરે કળાઓ,

પાણીએ પ્રાણ પૂર્યા, વરસાદની કમાલ છે.


‘સાગર’ કોઈ શાંતિથી બેસી શકે કેમ?

હૈયે ઢોલ ઢબૂકયા, વરસાદની કમાલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy