STORYMIRROR

Ramesh Bhatt

Fantasy

3  

Ramesh Bhatt

Fantasy

વરસાદ ભીંજવશે

વરસાદ ભીંજવશે

1 min
13.8K


વરસાદ ભીંજવશે

અને

પવન તરત આવશે

તન સૂકવવા

પણ

મનની ભીનાશ

કોરી ન કરવી

કેમ કે

કોરું મન અને રણ

સરખાં છે.


જો કે

રણમાં થોર તો ઊગે છે

ને

મનમાં તોર ઊગે

એ માટે

ભીની આંખની ભીનાશ

સિવાય બીજો

સબળ વિકલ્પ નથી...


હા...

પણ

અશ્રુ તો હર્ષના પણ હોય છે

એ સિવાય

આપણે અને રણ

સમાન છીએ...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy