STORYMIRROR

Dr.Milind Tapodhan

Fantasy

3  

Dr.Milind Tapodhan

Fantasy

વરસાદ અને મારું બાળપણ

વરસાદ અને મારું બાળપણ

1 min
384

ઝીણા ઝીણા ઝરમર ઝરમર

અગણિત,અમૂલ્ય યાદોનાં વર્ષારૂપી બિંદુ,


મારાં મનનાં ધરાતલ પર ,

એક અજબ વાતાવરણ પેદા કરે છે..


કદાચ સૂકી પડતી જતી મારી લાગણીને,

તે યાદ અપાવે છે કે

શીતળતા હજી અસ્તિત્વમાં છે..


બસ તે જ સોનેરી બિંદુઓ

લાવે છે મીઠી માટીની સુવાસ,

અને ઢંઢોળે છે મારા બાળપણને..


આળસ મરડી આંખોમાં ઉમંગ સાથે,

ઉભું થાય છે પાંચ વર્ષનું એક બાળક,


અને મારા સ્મૃતિપટ પર ઊગી આવે છે,

નાની-નાની,લીલીછમ નિર્દોષ હાસ્યની કુંપળો..


બસ એ જ રાહમાં કે

હું બસ તેને જવા દઉં ત્યાં, જ્યાં મળે છે

આનંદનો, સંતોષનો ખજાનો પતંગિયાને પકડવામાં....!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy