વૃક્ષ બોલે છે
વૃક્ષ બોલે છે


મોજથી જીવતો, બીજાની જરૂર છે જ ક્યાં ?
છેદી મુજને, તે નિજ બાળ ઉછેરતો,
જાણે બાગની, જરૂર છે જ ક્યાં ?
કઠોર હૃદયે, અંગે અંગ કાપતો,
જાણે ખૂન વહે, છેે જ ક્યાં ?
એક પછી એક, જોઈ ઢળતાં વૃક્ષ,
જાણે ઉપવન ઘટે છે જ ક્યાં ?
વગર મોતે મરતાં જોઈ વૃક્ષ બાળ,
હસતાં કહેતો, મુજબાળ મર્યું છે જ ક્યાં ?
"જયા" કોઈ એવું ખરું? ધ્રુજે આ ધરા પર,
જોઈ ચાલતી કરવત, મારા પર.
રણમાં ઘુમતો, વિચારેય ના કરતો,
કશું જગ માં ખોવાયું, છે જ ક્યાં ?