વૉટ્સએપ વિનાનો દિવસ
વૉટ્સએપ વિનાનો દિવસ
પહેલા સૌ ભેગા મળતાં,
હૈયાની વાતો કરતાં,
કોઈ હસાવે ગપ્પાં મારીને,
કોઈ હસાવે રમૂજી કરીને,
દુ:ખ દૂર થાતું સહજ ને સરળ,
જીવન હતું સહજ ને સરળ,
આજે જોજન અંતર,
ટૂંકા બનાવ્યા.
પારકાંને,
પોતાના બનાવ્યા.
લાગણીનાં તાર,
વૉટ્સઅપએ બંધાવ્યા,
પોતાના સ્નેહીજનો જો,
હોય દેશ-વિદેશ.
વાર્તાલાપ થાકતી જોડે,
દેશ હોય કે વિદેશ.
વૉટ્સઅપ થકી,
ગ્રુપમાં જોડાયા.
આશ્વાસન મેળવીને,
અમે સંધાયા.
વડીલો છે મજામાં,
એમ ફોન આવતાં.
હૈયે ટાઢક,
અમે અનુભવતાં.
ફોન જો બગડે તો,
માઠો લાગે એ દિવસ તો.
સર્વેજનોની સગાઈ સાચવતો,
પડયો બોલ પલમાં જીલવતો.
કરજો એનો "સુ" ઉપયોગ,
બને તેનો યોગ "સુયોગ".
હવે શું કહેવું મારે?
ગુણ શા ગાવા મારે?
વૉટ્સઅપ વિનાનો દિવસ,
એ અકલ્પનીય દિવસ.