STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

4  

Manishaben Jadav

Fantasy Inspirational Children

વિવિધ રૂપ સજીવ

વિવિધ રૂપ સજીવ

1 min
286

કાગડો, કોયલ ને મોર, પોપટ

એ તો કિલ્લોલ કરતા ઝટપટ

ઈશ્વરે આપ્યા છે વિવિધ રૂપ સજીવ...


ધીમી ચાલે ચાલતા કાચબા રૂપાળા

ધોળાં ધોળાં સસલાં લાગે રૂપાળા

ઈશ્વરે આપ્યા છે વિવિધ રૂપ સજીવ...


પતંગિયાને પાંખો, મેઘધનુષ રંગબેરંગી

ફળ ફૂલ મજાના લટકે ઝાડ સંગી

ઈશ્વરે આપ્યા છે વિવિધ રૂપ સજીવ...


દેડકાભાઈ ડ્રાઉં ડ્રાઉં કરતા નાચે

મત્સ્યકન્યા જોને પાણીને તરંગે

ઈશ્વરે આપ્યા છે વિવિધ રૂપ સજીવ...


ઊંચા ઊંચા આભે પક્ષીઓ ઊડતા ફરે

ધરાને હરિયાળી રાખતા ઝાડ રમે

ઈશ્વરે આપ્યા છે વિવિધ રૂપ સજીવ...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy