STORYMIRROR

Bindya Jani

Abstract Drama Fantasy

3  

Bindya Jani

Abstract Drama Fantasy

વિસામો

વિસામો

1 min
244

વાંકોચૂકો રસ્તો જિંદગીનો ને, હું ડગમગતી ચાલે ચાલતો

થોડોક હાંફતો ને વિસામો ખાતો,


નાના ટાબરિયાંને જોતો ને, મનથી દોડી જતો

થોડોક ધ્રૂજતો ને વિસામો ખાતો,


યુવાનોને જોઈને હરખાતો ને, તેની ચાલે ચાલવા મથતો

થોડોક થોભતો ને વિસામો ખાતો,


પ્રૌઢને જોઈને વિચારતો, છે હવે દિવસો સંસ્મરણોના

થોડુંક વિચારતો ને વિસામો ખાતો,


હવે આવ્યો બુઢાપો, તે તો મને બહુ ગમતો 

છૂપાયો છે જવાનીનો ખજાનો 

થોડુંક વાગોળતો ને રાજી થતો,


આમ તો હું ડગુમગુ ચાલતો પણ, મનપાંખે અહીં તહીં ઊડતો

પાછો ફરતો ને વિસામો ખાતો. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract